શોધખોળ કરો
Advertisement
સુરતઃ માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને નડ્યો અકસ્માત , બેના મોતથી અરેરાટી
અમરેલી શેત્રુંજી નદીના પુલ પાસે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પરિવારના સાત સભ્યોમાંથી બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
સુરતઃ માતાજીના દર્શન કરીને સુરત પરત ફરી રહેલા ધામેલીયા પરિવારની કારને અકસ્માત નડતા બે મહિલાનો મોત થયા છે. જ્યારે 3 લોકોને ગંભીર અને બેને સામાન્ય ઇજા થઈ છે. ઘાયલોને અત્યારે સુરેનદ્રનગરની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસડેવામાં આવ્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતમાં રહેતો ધામેલીયા પરિવાર ઇનોવા કાર લઈને સિમરણ માતાજીના દર્શને ગયો હતો. દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે અમરેલી શેત્રુંજી નદીના પુલ પાસે કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પરિવારના સાત સભ્યોમાંથી બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા થઈ હતી અને બેને સામાન્ય ઇજા પહોંચી હતી. પરિવારના બે સભ્યોના મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મૃતકોના નામ
1) સવિતાબેન બાલુભાઈ ધામેલીયા,ઉ.વ - ૫૮
2 જયાબેન લાલજીભાઈ ધામેલીયા, ઉ.વ - ૫૫
ઇજાગ્રસ્તના નામ
1) બાલુભાઇ ભગવાનભાઈ ધામેલીયા,ઉ.વ - 58
2) લાલજીભાઈ ભગવાનભાઈ ધામેલીયા,ઉ.વ - 48
3) વિહાન રાકેશભાઈ ધામેલીયા,ઉ.વ - 8
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement