પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....
લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ કથળી હતી અને ચાર મહિનાનું ભાડું પણ ભરી શકી નહોતી. આ દરમિયાન ગે લોકોની એપ થકી તેનો સંપર્ક સુરતના કામરેજમાં રહેતા 18 વર્ષીય યુવક સાથે થયો હતો.
સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સુરતના યુવકનો સંપર્ક થયો હતો. જે બાદ ટ્રાન્સજેન્ડરને સુરત બોલાવીને લૂંટી લેવામાં આવ્યો હતો. ઈજા પામેલી ટ્રાન્સજેન્ડરને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
વડોદરા ખાતે રહેતી ટ્રાન્સજેન્ડર ઉચ્ચ શિક્ષણ મેળવીને આત્મનિર્ભર તરીકે જીવે છે. પેન્ટિંગ વર્ક કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ લોકડાઉનના કારણે આર્થિક સ્થિતિ કથળી હતી અને ચાર મહિનાનું ભાડું પણ ભરી શકી નહોતી. આ દરમિયાન ગે લોકોની એપ થકી તેનો સંપર્ક સુરતના કામરેજમાં રહેતા 18 વર્ષીય યુવક સાથે થયો હતો. બંને વચ્ચે ચેટિંગ સમયે વાતચીત થઈ હતી. જે બાદ આ યુવકે તેને રૂપિયા બે હજારની લાલચ આપીને બોલાવી હતી.
પૈસાની લાલચમાં કામરેજ પહોંચેલી ટ્રાન્સજેન્ડરને યુવક રીક્ષામાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં કોઈ બાબતે ઝઘડો થતાં યુવક તથા તેના મિત્રો લાકડા અને પાઇપ વડે તેના પર તૂટી પડ્યા હતા. જે બાદ રોકડ અને 15 હજારની કિંમતનો મોબાઈલ લૂંટીને આ લોકો ભાગી ગયા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજનની અછતના કારણે મોત ન થયું હોવાનું કહી સીએમ રૂપાણીએ શું કર્યો દાવો ?
જૂનાગઢ: કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન, દેશના ઘણા ભાગોમાંથી ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીના મોતના કેસ નોંધાયા હતા. પરંતુ ગઈકાલે મોદી સરકારે રાજ્યસભામાં કહ્યું કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. જેને લઈ ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જૂનાગઢમાં સીએમ રૂપાણીએ કહ્યું, ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજન કમી ના કારણે મૃત્યુ થયું નથી. કોરોના દરમિયાન સાડા આઠ લાખ લોકોને સારવાર આપવામાં આવી. જેમાંથી સવા આઠ લાખ લોકો સારવાર લઈને પરત ફર્યા. વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી આક્ષેપો કરે છે. વિદેશ કરતા ભારતમાં સારી સારવાર મળી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો રદ કરવાની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, કલેક્ટરે મેળો બંધ રાખવા અંગેનું ગઈકાલે જાહેરનામું બહાર પાડી દીધું છે. કોરોનાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ કોરોના ગયો નથી તેમ માનીને નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રનો લોકપ્રિય લોકમેળો કોરોના મહામારીના કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નહી યોજાય. રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે મેળો યોજવો સંભવ નથી. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ.