શોધખોળ કરો

Surat: સુરતમાં 10 હજારથી વધુ તરછોડેલી ગાયોના છાણમાંથી 60 ટન ગૌ-કાષ્ટ તૈયાર કરી પ્રગટાવવામાં આવશે વૈદિક હોળી

સુરત: રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે.

સુરત: રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ,કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે.

 કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનું ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.

સુરત પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 60 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે.  જોવા જઈએ તો જ્યારે લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે.

ગૌપ્રેમી અને હોળીની ધામધુમથી ઉજવણી કરનાર ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, વેદીક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે. પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વેદિક હોળીની ઉજવણી કરી શકશે અને બીજી બાજુ આ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકશે અમે દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોઈએ છીએ અને અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે લોકો આ સ્ટીક ખરીદે ને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડ આવેલા ગાયોની પણ આ ખરીદીથી મદદ થઈ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget