શોધખોળ કરો

ગુજરાત ભાજપના હાલના ધારાસભ્યોને ચૂંટણીમાં પડતા મૂકવા મુદ્દે પાટીલે શું આપ્યું મોટું નિવેદન ?  

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવેદનના કારણે ગુજરાત ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ છે

સુરતઃ ગુજરાતમાં ભાજપ 100 નવા ચહેરાને તક આપશે એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવેદનના કારણે ગુજરાત ભાજપના ધારાસભ્યોમાં ફફડાટ છે. આ ફફડાટ વચ્ચે સી.આર. પાટિલે સ્પષ્ટતા કરી છે કે, મેં વર્તમાન ધારાસભ્યોને બદલવાની કોઈ વાત કરી નથી.

તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે જે 70 બેઠકો નથી તેમના માટે નવા ચહેરા શોધવા પડશે. આ ઉપરાંત અને ગુજરાત વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 112 ધારાસભ્યો છે તેમાંથી કેટલાક નિવૃત્ત થતા હશે તેમને સ્થાને નવા ચહેરા શોધાશે. આમ કુલ મળી કુલ 100 જેટલ ચહેરા નવા હશે. હાલના પાર્ટીના કોઈ ચેહરા બદલવાની વાત નથી. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં નવા ચહેરા આવવાની શક્યતા છે તે વિસ્તારમાં લોકો સ્વીકારશે તેને ચાન્સ મળશે. 

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.

સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. તેમણે ઉમેર્યું પણ હતું કે ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. 

સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગોMumbai Rain | મુંબઈમાં ધોધમાર 12 ઇંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીKutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
જો તમારા ફોનમાં છે આ નકલી એપ? જલદી કરો ડિલિટ, સરકારે આપી ચેતવણી
જો તમારા ફોનમાં છે આ નકલી એપ? જલદી કરો ડિલિટ, સરકારે આપી ચેતવણી
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
France: ફ્રાન્સની ચૂંટણીમાં ડાબેરી ગઠબંધન આગળ, પેરિસમાં અનેક સ્થળોએ ફાટી નીકળી હિંસા
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
Embed widget