શોધખોળ કરો
Advertisement
સુરતઃ 7 વર્ષની દીકરીને પિતાએ ગંદા વીડિયો બતાવી ગુજાર્યો બળાત્કાર, પિતાની ધરપકડ
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીની માતાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે, તેના જ સગા પિતા દ્વારા તેની સાત વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
સુરતઃ વરાછા વિસ્તારમાં કળયુગી પિતા ન નીચ કરતૂત સામે આવી છે. પોતાની જ સાત વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી વાસનાની આગ સંતોષનાર દુષ્કર્મી પિતાની વરાછા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલયો છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીની માતાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે, તેના જ સગા પિતા દ્વારા તેની સાત વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાં જોઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી આરંભી નરાધમ પિતાની ધરપકડ કરી છે.
આરોપીએ ત્રણ દિવસ અગાઉ જ્યારે પુત્રી એકલી હતી ત્યારે તેણે પોતાની દીકરીને મોબાઈલમાં ગંદા વિડિઓ બતાવ્યા હતા અને પહેલા તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. દીકરી કંઈ સમજે તે પહેલા આ નરધામે હેવાનીયતની હદ વટાવી હતી અને દીકરીની મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે દીકરી હવસનો શિકાર બનતા તે રડતી રહી અને જ્યારે માતા બહારથી આવી હતી ત્યારે દીકરીને રડતા જોતા તેણે દીકરીને પૂછ્યું કે તેની સાથે શુ થયું છે આખરે દીકરીએ રડતા રડતા પિતાની તમામ ગંદી હરકત વિશે માતાને કહી દીધું. જે સાંભળી માતાના પગ નીચે થી જમીન ખસકી ગઈ હતી.
સમગ્ર મામલે માતાએ તેના પિતાને જાણ કરી હતી. આ ગંદી હરકત વિશે જાણતા તેઓએ તાત્કાલિક પોલીસનો સહારો લીધો હતો અને વરાછા પોલીસે દુષ્કર્મની ગંભીર ઘટનાને લઈ હરકતમાં આવી અને નરધામ પિતા વિરુધ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ કાયદેસરની ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી અને તેની વધુ પૂછ પરછ હાથ ધરી છે. સાત વર્ષની પોતાની જ સગી દીકરીને હવસનો શિકાર બનાવતા સમગ્ર સુરતમાં ચકચાર મચી જવા પામ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement