Iskon Accident: ઇસ્કોન અકસ્માતની ઘટનામાં 9 લોકોને કચડી નાખનાર નબીરાના પિતા અને વકીલે શું કહ્યું, સાંભળો
અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ પર બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે 9 લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં 7 યુવક સહિત 1 કોસ્ટેબલ. 1 હોમગાર્ડ એમ 9 લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનામાં નબીરાના પિતાએ મીડિયા સમક્ષ હાજર થયા હતા
![Iskon Accident: ઇસ્કોન અકસ્માતની ઘટનામાં 9 લોકોને કચડી નાખનાર નબીરાના પિતા અને વકીલે શું કહ્યું, સાંભળો The lawyer and Tathya Patelan's father spoke about the ISKCON accident case Iskon Accident: ઇસ્કોન અકસ્માતની ઘટનામાં 9 લોકોને કચડી નાખનાર નબીરાના પિતા અને વકીલે શું કહ્યું, સાંભળો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/20/0b80be76906e416db0da51075792edcb168983691450881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Iskon Accident:અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ પર બુધવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે 9 લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં 7 યુવક સહિત 1 કોસ્ટેબલ. 1 હોમગાર્ડ એમ 9 લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનામાં નબીરાના પિતાએ મીડિયા સમક્ષ હાજર થયા હતા.
નબીરાના પિતાએ શું કહ્યું?
નબીરા તથ્ય પટેલના પિતા પજ્ઞેશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે, “મારા દીકરાને લોકો મારતા હતા અને એટલું લાગ્યું હતું કે, તેમને માથા અને મોંમાથી લોહી નીકળતા હતું જેથી બધાની વચ્ચે લઇ ગયો હતો. જે કાયદાકિય કાર્યવાહી થતી હતી તેમાં પુરતો સહકાર આપીશું. આ કાર મારા ભાગીદારના નામે હતી. મારો દીકરો રાત્રે ક્યાં ગયો હતો અને ક્યાંથી આવતો હતો મને કંઇ જ ખબર નથી મિત્રો સાથે તે ફાફે ગયો હતો. મારા દીકરાની કારમાં બેથીત્રણ મહિલા પણ હતી જે બધા કોર્ટમાં આવવા તૈયાર જ છે .
તથ્ય પટેલના વકીલે શું કહ્યું?
“ અકસ્માત એક એવી વસ્તુ છે. જે અજાણતા થતી ઘટના છે. જેને જ અકસ્માત અકસ્માત કહેવાય, આ પહેલા . આ જ જગ્યા પર જ્યાં ટ્રક અને થારનો અકસ્માત થયો હતો. તને હટાવવા માટે કોઇ પગલા ન ન હતા લેવાયા. કોઇ બેરિયર પણ ન હતા મૂકાયા. અકસ્માત કરવો તેવો કોઇ વ્યક્તિ ઘરથી ઇરોદ કરીને નથી નીકળતું. અકસ્માત પોલીસથી પણ થાય અને વકીલથી પણ થાય. 165ની કારની સ્પીડ પણ ન હતી. રોડની વચ્ચે, લાઇવ રોડની વચ્ચે થાર અને ટ્રક અકસ્માત થયો હતો. જ્યાં સો-દોઢસોનું ટોળું ભેગું થયું હતું. કારની ઓવરસ્પીડ ન હતી. કાયદાનું અમે પાલન કરીશું અને કાયદામાં રહીને આ મુદ્દે તપાસ થશે તે સાચુ હશે સામે આવશે.
આ પણ વાંચો
ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)