છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. આ સાથે ગીર-સોમનાથ જિલ્લામાં રાતભર પડેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Gujarat Rain: ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. આ સાથે ગીર-સોમનાથ જિલ્લામાં રાતભર પડેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લામાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ પડ્યો છે. જાણો ક્યા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો...
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે માંગરોળમાં 14 ઈંચ વરસાદ
24 કલાકમાં ઉમરગામમાં 12 ઈંચ વરસાદ
24 કલાકમાં વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ
24 કલાકમાં માળીયા હાટીનામાં 9 ઈંચ વરસાદ
24 કલાકમાં જામજોધપુરમાં 8 ઈંચ વરસાદ
24 કલાકમાં પારડીમાં 8 ઈંચ વરસાદ
24 કલાકમાં કુતિયાણામાં સાડા 7 ઈંચ વરસાદ
24 કલાકમાં કેશોદમાં 7 ઈંચ વરસાદ
24 કલાકમાં જામનગરમાં 6 ઈંચ વરસાદ
24 કલાકમાં સોજીત્રામાં 6 ઈંચ વરસાદ
24 કલાકમાં વલ્લભીપુરમાં 6 ઈંચ વરસાદ
24 કલાકમાં કાલાવડમાં 6 ઈંચ વરસાદ
24 કલાકમાં માણાવદરમાં સાડા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં વલસાડમાં સાડા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં સંખેડામાં સાડા 5 ઈંચ વરસાદ
24 કલાકમાં ધોરાજી-ઉપલેટામાં 5-5 ઈંચ વરસાદ
24 કલાકમાં તારાપુરમાં 5 ઈંચ વરસાદ
24 કલાકમાં વેરાવળમાં સાડા 4 ઈંચ વરસાદ
24 કલાકમાં લાલપુરમાં સાડા 4 ઈંચ વરસાદ
24 કલાકમાં ચોર્યાસીમાં સાડા 4 ઈંચ વરસાદ
24 કલાકમાં માતરમાં 4 ઈંચ વરસાદ
24 કલાકમાં વંથલીમાં 4 ઈંચ વરસાદ
24 કલાકમાં જેતપુરમાં 4 ઈંચ વરસાદ
24 કલાકમાં ઉમરેઠમાં 4 ઈંચ વરસાદ
24 કલાકમાં ભાવનગરમાં 4 ઈંચ વરસાદ
24 કલાકમાં અંકલેશ્વરમાં 4 ઈંચ વરસાદ
24 કલાકમાં પ્રાંતિજમાં સાડા 3 ઈંચ વરસાદ
24 કલાકમાં ઉમરાળામાં સાડા 3 ઈંચ વરસાદ
સૌથી વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ છે. આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે શેરીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદના પાણીમાં વાહનો ડૂબી ગયા હતા. શહેર સમુદ્ર જેવું લાગતું હતું. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.
આ સાથે વેરાવળના સોનિયારા, કાજલી, મીઠાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વેરાવળ રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં પાણી ભરાયા હતા. પરિસ્થિતિને જોતા એનડીઆરએફની ટીમને સોનિયારા ગામમાં મોકલવામાં આવી હતી. આ સિવાય ઘણા લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યા છે.
ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ગુજરાતમાં નવથી વધુ લોકોના મોત થયા છે. સાબરકાંઠામાં ડૂબી જવાથી બે લોકોના મોત થયા અને મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. તો સુરત ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં વીજળી પડવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે.