પાણી પીધા વિના એક વર્ષ સુધી રહી શકે છે આ પક્ષી, જાણો તેની જાણી- અજાણી વાતો
જેકોબિન કોયલ (Jacobin Cuckoo) એટલે કે ચાતક એક એવું પક્ષી છે જે માત્ર અને માત્ર વરસાદનું પાણી પીવે છે. તેને પપીહા પણ કહેવામાં આવે છે. ચાલો તેના વિશે વધુ અનોખી બાબતો જાણીએ.
Jacobin Cuckoo: પશુ- પક્ષીઓ, પ્રાણીઓ અને માનવીઓ માટે જીવનનો આધાર પાણી છે. જો તમે પાણી નહીં પીવો તો 1-2 દિવસમાં તમારી તબિયત બગડી શકે છે, ત્રણ-ચાર દિવસમાં તમે બીમાર પડવા લાગશો અને લગભગ એક અઠવાડિયા પછી મૃત્યુ પણ થઈ શકે છે. જીવતા રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો જીવ છે, જે વર્ષમાં માત્ર એક જ વાર પાણી પીવે છે અને તે પણ ખાસ પ્રસંગે? તે પછી આ જીવ મોંમાં પાણીનું એક ટીપું પણ લેતું નથી.
આ પક્ષી કયુ છે?
જેકોબિન કોયલ એટલે કે ચાતક એક એવું પક્ષી છે જે માત્ર અને માત્ર વરસાદનું પાણી પીવે છે. તેને પપીહા પણ કહેવામાં આવે છે. ભારતીય સાહિત્યમાં લખ્યું છે કે તે વરસાદનું પ્રથમ ટીપું પીવે છે. ચાતક પક્ષીને સ્વચ્છ પાણીના તળાવમાં મુકવામાં આવે તો પણ તે તેની ચાંચ બંધ કરી દેશે અને પાણી પીશે નહીં.
ભારતમાં 2 પ્રજાતિઓ જોવા મળે છે
ચાતકની બે પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. આમાંથી એક દક્ષિણના પ્રદેશોમાં રહે છે અને બીજી જાતિ ચોમાસાના પવનો સાથે અરબી સમુદ્રને પાર કરીને આફ્રિકાથી ઉત્તર અને મધ્ય ભારત તરફ આગળ વધે છે.
જંતુઓ અને ફળો ખાય છે
ચાતક પક્ષીનું વૈજ્ઞાનિક નામ ક્લેમેટર જેકોબીનસ છે. હિન્દીમાં ક્લેમેટરનો અર્થ છે બૂમો પાડવી, એટલે કે એક પક્ષી જે ખૂબ જ અવાજ કરે છે. ચાતક પક્ષીઓ મુખ્યત્વે જંતુઓ ખાય છે, તિત્તીધોડા-જીવાત વગેરેનો પણ તેના ખોરાકમાં સમાવેશ થાય છે. જો કે, ઘણી વખત તેઓ ફળો અને બેરી ખાતા પણ જોવા મળ્યા છે.
અન્ય પક્ષીઓના માળામાં ઇંડા મૂકે છે
આ પક્ષીની એક અનોખી વાત એ છે કે તે અન્ય પક્ષીઓના માળામાં પોતાના ઈંડા મૂકે છે. ચાતક તેના યજમાન તરીકે બબલર અને બુલબુલના કદના પક્ષીઓને જુએ છે. આવી સ્થિતિમાં ચાતક તેમના કલરફૂલ ઈંડા તેમના માળામાં રાખે છે.
ચોમાસાના આગમનનો સંકેત આપે છે
ચોમાસાના આગમન પહેલા ચાતક પક્ષી ઉત્તર ભારતના ભાગોમાં પહોંચી જાય છે. એટલે કે જે જગ્યાએ ચોમાસું આવવાનું હોય છે, ચાતક પક્ષી તે જગ્યાએ અગાઉથી જ પહોંચી જાય છે.