Accident: મુંબઇ પૂણે હાઇવે પર ભયંકર અકસ્માત, ખાનગી બસ ખાઇમાં પડી જતાં 13નાં ઘટનાસ્થળે જ મોત, 25થી વધુ ઘાયલ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો. મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિરની પાછળ એક ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 10 મુસાફરોના મોત થયા છે.
Accident:મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો. મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિરની પાછળ એક ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 10 મુસાફરોના મોત થયા છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો. મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિરની પાછળ એક ખાનગી બસ ખીણમાં ખાબકી જતાં બસમાં સવાર 10 મુસાફરોના મોત થયા છે. જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસે સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ ઘાયલોને બસમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ સ્થાનિક લોકો પણ પોલીસને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.
રાયગઢ જિલ્લાના એસપી સોમનાથ ખરગેએ જણાવ્યું કે, બસમાં 40 થી 45 મુસાફરો હતા, જેમાંથી 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ મુસાફરો ઘાયલ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠનના લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ પૂણેમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. પુણેથી પરત ફરતી વખતે તેમની બસને અકસ્માત નડ્યો હતો.
એસપી સોમનાથ ઘર્ગેના જણાવ્યા અનુસાર બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો છે કે અન્ય કોઇ કારણ પણ જવાબદાર છે, તેની તપાસ કરવામાં આવશે.
બીજી તરફ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં માત્ર 20 થી 25 લોકોને જ બચાવી શકાયા છે. ક્રેન સાથે દોરડું બાંધીને બચાવ કરવામાં આવી રહ્યો છે. બસ ઉંડી ખાઈમાં પડી જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે સ્થાનિક ટ્રેકર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.
Surat: ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાની લાલચ આપી હોટલમાં લઇ ગયો યુવક, બાદમાં કિશોરી પર આચર્યું દુષ્કર્મ
સુરતઃ સુરતના લિંબાયતમાં પાડોશી યુવકે કિશોરી પર દૂષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. યુવકે તેના પાડોશમાં રહેતી કિશોરીની સાથે પહેલા મિત્રતા કરી ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો મોકલી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે સિવાય આરોપીએ પીડિતાને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે યુવક પીડિતાને ત્રણ વખત હોટલમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
એટલું જ નહી આરોપીએ પીડિતાને આ વાત ની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કિશોરીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.