શોધખોળ કરો

Ukraine Russia War: યુક્રેન બાદ હવે આ દેશ પર રશિયા હુમલો કરશે, પુતિનના મિત્ર લુકાશેન્કોએ કર્યો ખુલાસો

Ukraine Russia War: ટીવી પ્રેઝન્ટેશન દરમિયાન લુકાશેન્કો મોટા નકશાની નજીક ઉભા હતા. તેઓ નકશામાં યુક્રેનના નાના પાડોશી દેશ પર હાથ ધરવામાં આવનાર ઓપરેશનની માહિતી જોવા મળી હતી.

Ukraine Russia War: રશિયા (Russia)અને યુક્રેન Ukraine માં ચાલી રહેલા યુદ્ધે (War) સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. યુક્રેન પરના હુમલાને જોતા ઘણા નારાજ દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે યુદ્ધની આ શ્રેણી માત્ર રશિયા અને યુક્રેન સુધી સીમિત નથી. બેલારુસ (Belarus)ના રાષ્ટ્રપતિ અને યુરોપના છેલ્લા સરમુખત્યાર ગણાતા એલેક્ઝાંડર લુકાશેન્કો (Alexander Lukashenko) એ 
અજાણતા એક એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

બ્રિટિશ સમાચારપત્ર ડેઈલી મેઈલના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બેલારુસના રાષ્ટ્રપતિ યુક્રેનમાં રશિયાના હુમલાના રૂટ પર ટીવી પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અજાણતા ખુલાસો કર્યો હતો કે યુક્રેન પછી રશિયા હવે મોલ્ડોવા (Moldova) પર હુમલો કરશે.

ટીવી પ્રેઝન્ટેશન દરમિયાન લુકાશેન્કો મોટા નકશાની નજીક ઉભા હતા. તેઓ નકશામાં યુક્રેનના નાના પાડોશી દેશ પર હાથ ધરવામાં આવનાર ઓપરેશનની માહિતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે બેલારુસ અને રશિયા એકબીજાના ખૂબ જ નજીકના દેશ છે. આ બંને રાષ્ટ્રપતિઓ વચ્ચેના સંબંધો પણ ઘણા સારા છે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધમાં બેલારુસ પુતિનને સાથ આપશે.

બંને દેશો વચ્ચેના સારા સંબંધોને કારણે બેલારુસે રશિયન સેનાને તેની જમીન દ્વારા યુક્રેન પર હુમલો કરવાની મંજૂરી આપી. પ્રાપ્ત માહિતી અનુસાર, રશિયા-યુક્રેનના યુદ્ધમાં બેલારુસના સૈનિકોએ પણ યુક્રેન પર હુમલો કર્યો છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બેલારુસે હુમલાને નકારી કાઢ્યો છે.

રશિયાએ પરમાણુ કવાયત શરૂ કરી
રશિયાની પરમાણુ સબમરીને મંગળવારે બેરેન્ટ્સ સમુદ્રમાં ઉતરાણ કરીને કવાયત શરૂ કરી હતી. આ કવાયત દરમિયાન બરફથી ઢંકાયેલા સાઇબેરીયન વિસ્તારમાં મોબાઈલ મિસાઈલ લોન્ચરની હિલચાલ પણ જોવા મળી હતી. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન પરના હુમલા બાદ પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવને લઈને તેમના દેશના પરમાણુ દળોને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યા બાદ આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
Embed widget