શોધખોળ કરો
Advertisement
ઉના દલિત મામલોઃ સરકારે કોર્ટમાં બંધ કરવમાં રજૂ કર્યો રિપોર્ટ
અમદવાદઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજીના પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારે કોર્ટમાં સીલ કવરમાં રિપોર્ટ રજૂ કર્યો છે. સાથે જ આ કેસમાં થયેલી તપાસ અંગે પણ કોર્ટને માહિતી આપી છે. કેસમાં થયેલી ચાર્જશીટ વિષે પણ કોર્ટને જાણ કરવામાં આવી છે. સાથે જ FSL તરફથી સીસીટીવી ફૂટેજ રિકવર કરાયા હોવા અંગે પણ કોર્ટને જાણ કરાઈ છે. સરકારે કોર્ટમાં સ્વીકાર્યું છે કે ફરિયાદીઓએ કરેલી ફરિયાદ સાચી છે. અને આ એક એવો બનાવ છે જેના કારણે આખા દેશમાં પ્રત્યાઘાતો પડયા છે.
આ રજૂઆતો બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે ચાર્જશીટની નકલ અરજદારને આપવામાં આવે. અને સાથે જ સીબીઆઈને તપાસ સોંપવા માટે સુપ્રીમ કોર્ટે શું નિર્દેશો જારી કરેલા છે તેની વિગતો પણ રજૂ કરવામાં આવે. આ મામલે આગામી બુધવારે સુનાવણી થશે.
કાંતિભાઈ ચાવડાએ કરેલી જાહેર હિતની અરજીમાં દાવો કરાયો છે કે થાનગઢમાં 2012માં દલિતો પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે સમરી ભરી દીધી છે. અને કેસની યોગ્ય તપાસ થઇ નથી. તેવા સંજોગોમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મામલે પણ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થાય તેવું લાગતું નથી. અને દલિતો પરના અત્યાચારની તપાસ દબાવી દેવા પ્રયત્નો થાય તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement