Boat Accident Live: વડોદરામાં ભયંકર બોટ દુર્ઘટના, પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓથી ભરેલ બોટ ડૂબી,14નાં મોત
વડોદરામાં હરણી તળાવમાં ભયંકર બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત થયા છે. બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો ખુલાસો થયો છે.
LIVE
Background
Boat Accident Live:વડોદરા શહેરમાંની કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સાતથી વધુ વિદ્યાર્થીના મોત થયા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ શાળાના 82 વિદ્યાર્થીઓ પ્રવાસમાં હરણી તળાવે આવ્યા હતા.તેમની સાથે ળાના શિક્ષકો પણ હતા.
હરણી તળાવમાં એક બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો બેઠા હતા. તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા. પરંતુ 10થી વધુ વિદ્યાર્થી અને 2 શિક્ષકોના ડૂબી જવાથી મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી આવી... અને 13 બાળકોને સલામત રીતે બહાર કઢાયા..હરણી બોટનો કોન્ટ્રાક્ટ ત્રીસ્ટાર એન્ટરપ્રાઈઝને અપાયો હતો 16ની ક્ષમતાવાળી બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષક... એમ કુલ 27 લોકોને બેસાડાયા હતા. ચોંકાવનારી વાત તો એ કે, માસૂમ બાળકોને લાઈફ જેકેટ પણ ન હતો અપાયું છે.
Boat Accident Live: જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા,થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ પહોંચશે વડોદરા
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનાના પગલે થોડીવારમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષસંઘવી વડોદરા પહોંચશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ વડોદરા જવા રવાના થયા છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે. જાનવી હોસ્પિટલમાં નવ મૃતદેહ રખાયા છે.
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો
Boat Accident Live: વડોદરામાં દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ ધટનાસ્થળે પહોંચવા રવાના થયા છે. ઉલ્લેખનિય છે કે હજુ પણ છ લોકો લાપત્તા હોવાની શક્યતાથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં હજુ પણ બચાવ અને રાહતકાર્ય ચાલુ
Boat Accident Live: વડોદરા હરણી તળાવમાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ લાપતા હોવાથી બચાવ અને રાહત કાર્ય ચાલું છે. ઓક્સિજન માસ્ક અને કેમેરા સાથે જવાનોને લેકમાં ઉતારવામાં આવ્યાં છે. રેસક્યુ ટીમ ડૂબેલા બાળકોની શોધખોળ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થયા છે.
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનામાં હજુ પણ બચાવ અને રાહતકાર્ય ચાલુ
Boat Accident Live: વડોદરા હરણી તળાવમાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ લાપતા હોવાથી બચાવ અને રાહત કાર્ય ચાલું છે. ઓક્સિજન માસ્ક અને કેમેરા સાથે જવાનોને લેકમાં ઉતારવામાં આવ્યાં છે. રેસક્યુ ટીમ ડૂબેલા બાળકોની શોધખોળ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના થયા છે.
Boat Accident Live: વડોદરા બોટ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે સહાયની જાહેરાત
Boat Accident Live: વડોદરાની બોટ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર લાખની અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં 13 બાળકો અને બે શિક્ષકોના દુર્ઘટનામાં મોત થયા છે.