Gujarat ATS : વડોદરાના સાવલીમાંથી 200 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું, 1000 કરોડ કિંમત હોવાની આશંકા
ગુજરાત ATSએ વડોદરાના સાવલી પાસેની એક ફેક્ટરીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે. ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
વડોદરા: ગુજરાત ATSએ વડોદરાના સાવલી પાસેની એક ફેક્ટરીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે. ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. 200 કિલોએમડી ડ્રગ્સ હોવાની સાંભવના છે. 1000 કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ હોવાની પોલીસને આશંકા છે. ગુજરાત એટીએસ થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરશે. વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામે આવેલ ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ગઈકાલ રાતથી તપાસ ચાલુ હોવાની વિગતો સામે આવી છે. ખાનગી કંપનીમાં અમદાવાદ એટીએસના દરોડાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ દરોડામાં કરોડોનું એમડી ડ્રગ્સ પકડાયાની માહિતી સામે આવી છે. હાલ પણ દરોડાની કાર્યવાહી યથાવત છે. 15થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા સાવલીની આ ફેક્ટરીમાં રેડ કરીને તપાસ કરતા ત્યાંથી 200 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત 1000 કરોડ જેટલી થાય છે. આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. આ અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ ગયું હોવાની ATSને શંકા છે. ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું. હવે આ રેકેટના તાર શોધવા માટે ગુજરાતી ATS તપાસ કરી રહી છે.
ATSને બાતમી મળી હતી કે, વડોદરા નજીક આવેલા સાવલી પાસે એક ફેક્ટરીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે, જેથી ઘણા દિવસોથી આ ફેક્ટરીની આસપાસ વોચ રાખીને તપાસ કરતા તેઓને સચોટ માહિતી મળી હતી કે, અંદર ડ્રગ્સ કે અન્ય કોઈ હાનિકારક વસ્તુ છે.
જુલાઈમાં ફુગાવો ઘટીને 13.93% રહ્યો
છૂટક ફુગાવો ઘટ્યા બાદ WPI આધારિત ફુગાવાનો દર પણ નીચે આવ્યો છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 13.93 ટકા પર આવી ગયો છે. જ્યારે જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 15.18 ટકા પર આવી ગયો હતો. જ્યારે મે 2022માં જથ્થાબંધ ફુગાવો 15.88 ટકાના સ્તરે હતો. જથ્થાબંધ મોંઘવારી દર પાંચ મહિનામાં સૌથી નીચા સ્તરે છે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખનિજ તેલના ભાવમાં વધારો, ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો, મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રસાયણોના ઉત્પાદનોના કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે.