શોધખોળ કરો

Vadodra: 3 સગીરાને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસના આરોપમાં એક નરાધમની ધરપકડ

વડોદરા શહેરમાં 3 સગીરાને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસના આરોપમાં એક નરાધમની ધરપકડ કરવામાં આવી છે. સુરેશ જયસ્વાલ નામનો શખ્શ મુંબઈથી એક સગીરાને વડોદરા લાવ્યો હતો.

વડોદરા: વડોદરા શહેરમાં 3 સગીરાને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસના આરોપમાં એક નરાધમની ધરપકડ કરવામાં આવી છે. સુરેશ જયસ્વાલ નામનો શખ્શ મુંબઈથી એક સગીરાને વડોદરા લાવ્યો હતો.  આ સમયે જ વિષ્ણુ નામનો અન્ય શખ્શ રાજસ્થાનથી 2 સગીરાને લઈને આવ્યો. ત્રણેય સગીરા મૂળ રાજસ્થાનની છે. ત્રણેયને દેહ વ્યાપારમાં ધકેલવાનો પ્લાન હતો.  જો કે પોલીસે સુરેશની ધરપકડ કરી દેહ વ્યાપારના આ કાંડનો પર્દાફાશ કરી  ત્રણેય સગીરાને બચાવી લીધી હતી.  

વિષ્ણુ નામનો શખ્શ ફરાર થઈ ગયો છે.  આરોપીઓએ એક સગીરાનો 60 હજારમાં સોદો કર્યો હતો.  જ્યારે બાકીની બે સગીરાનો 20-20 હજારમાં સોદો કર્યો હતો.  ભાવનગરના વિશાલ મકવાણા નામના શખ્શે કારની વ્યવસ્થા કરી હતી.  તમામને ભાવનગર બોલાવ્યા હતા. જો કે, ત્રણેય સગીરા દેહવ્યાપારમાં ધકેલાય તે પહેલાં જ પોલીસે સુરેશને દબોચી લીધો હતો.   હાલ પોલીસે ત્રણેય સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખી છે. તેના માતા-પિતાનો સંપર્ક કર્યો છે. સગીરાનો પરિવાર આ સમગ્ર મામલાથી અજાણ છે.  પોલીસે વિષ્ણુ અને વિશાલ મકવાણા નામના શખ્શની શોધખોળ શરૂ કરી છે. મૂખ્ય સૂત્રધાર સુરેશ મુંબઈનો હોવાથી પોલીસે મુંબઈ સુધી તપાસનો દોર લંબાવ્યો છે.

Gir somnath: ઉશ્કેરણીજનક ભાષણ  કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ગીર સોમનાથ જિલ્લાનું ઉના શહેર  જ્યાં ગઈકાલે રાત્રે નાસભાગ મચી ગઈ  જ્યારે અચાનક પથ્થરમારો થયો હતો.  કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પથ્થરમારા બાદ દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. 

મોડી રાતે SRPની એક ટૂકડી પણ ઉતારી દેવાઈ હતી. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ પણ અલગ-અલગ વિસ્તારમાં જઈ પેટ્રોલિંગ કર્યું હતું.   હાલ તો 70થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. તેમની પાસે તલવાર,  બેઝ બોલના ધોકા,  હોકી સ્ટીક, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરાયા છે.  હાલ તો સ્થિતિ કાબૂમાં છે. 

બજારોમાં દુકાનો ખુલતાં ચહલ-પહલ પણ જોવા મળી રહી છે.   પથ્થરમારાની આ ઘટના  કાજલ હિંદુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ બની હતી.  ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિંદુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ત્યારથી જ ઉનામાં તંગદિલીનો માહોલ હતો.   અંતે ગઈકાલે રાત્રે પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો.   ઉના પોલીસે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.  પથ્થરમારો કરનાર ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો છે.

ગીર સોમનાથના ઉના શહેરના, જ્યાં રામ નવમી ના દિવસે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ બાદ ઉનામાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, 1 એપ્રિલના દિવસે અચાનક ઉના શહેર ટપોટપ બંધ થવા લાગ્યું અને ઉના શહેરભરમાં માહોલ તંગ થયો હતો. જોકે બપોર બાદ શાંતિ સમિતિની બેઠક મળી અને બેઠકમાં પણ તું તું મેં મેં થતા બેઠક રદ થઇ અને સાંજ થતાં ઉના શહેર ગીર સોમનાથ ઇન્ચાર્જ એસપી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફરી એકવાર બેઠક મળી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget