(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: મહીસાગર નદીમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવા ગયેલા 3 યુવકો ડૂબ્યા,કલાકો બાદ મળ્યા મૃતદેહ
વડોદરા: સાવલીના પોઇચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવા ગયેલ ગ્રામજનો પૈકી એક સગીર સહિત અન્ય બે યુવાનો નદીમાં તણાઈ જવાની ઘટના બની હતી.
વડોદરા: સાવલીના પોઇચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવા ગયેલ ગ્રામજનો પૈકી એક સગીર સહિત અન્ય બે યુવાનો નદીમાં તણાઈ જવાની ઘટના બની હતી. વડોદરા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તણાઈ ગયેલાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એકનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે વડોદરા ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ એ મોડી સાંજ સુધી શોધખોળ કરતા અન્ય બે તણાયેલને શોધવામાં સફળતા મળી નહોતી. આજે સવારે ગ્રામજનોએ નદીએ તપાસ કરતાં રણછોડપુરા ગામના સગીર સહિત યુવકનો મૃતદેહ મળી આવતાં સાવલીના સરકારી દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. જે બાદ ગામ લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.
વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કનોડા-પોઇચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગઈકાલે રણછોડપુરાના ગ્રામજનો પોઇચાની મહીસાગર નદીમાં દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવા આવ્યા હતાં ત્યારે રણછોડપુરા ગામના એક સગીર સહિત ત્રણ યુવાનો મહીસાગર નદીમાં તણાઈ ગયાની ગોઝારી ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કેતન ઇનામદાર, પ્રાંતઅધિકારી, મામલતદાર,સાવલી પોલીસ સહિત વહીવટીતંત્રએ વડોદરા ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી.
એજ ગામના ત્રણ આશાસ્પદ યુવકો ડૂબી જવાની બનેલી ઘટનાને પગલે લોકટોળાં ઉમટી પડ્યાં હતાં. શોધખોળ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડની ટીમને ત્રણ તણાઈ ગયેલ પૈકી 29 વર્ષીય ગોહિલ સંજયભાઈ પૂનમભાઈના મૃતદેહને શોધવામાં સફળતા મળી હતી. જેને પીએમ અર્થે સાવલી સરકારી દવાખાને ખસેડાયો હતો જયારે અન્ય બે તણાઈ ગયેલાની શોધખોળ મોડી સાંજ સુધી કરવામાં આવી હતી પણ સફળતા મળી નહતી. આજે સવારે ગ્રામજનોએ નદીમાં તપાસ કરતા ગઈકાલે મહીસાગર નદીમાં તણાઈ ગયેલ યુવક કૌશિક ઉંમર વર્ષ 26 અને 15 વર્ષીય ગોહિલ વિશાલનો મૃતદેહ મળી આવ્યા હતા અને પીએમ અર્થે સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રના પીએમ રૂમ પર લવાતાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યાં હતા.
આ જિલ્લામાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ
સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.