Vadodara : ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી એક યુવકને ઉઠાવ્યો, યુવતીની આત્મહત્યા કે હત્યા મામલે થશે મોટો ધડાકો
પીડિતાનો રેલ્વે સ્ટેશને પીછો કરતા ઈસમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો છે. સુરત રેલ્વે સ્ટેશન પર પીડિતાનો પીછો કરતો હતો. સુરત રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફુટેજના આધારે ઈસમને શંકાસ્પદ તરીકે ઉઠાવ્યો છે.
વડોદરાઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટી સફળતા મળી છે. હવે આ કેસમાં ગમે ત્યારે પોલીસે મોટો ધડાકો કરી શકે છે. પીડિતાનો રેલ્વે સ્ટેશને પીછો કરતા ઈસમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો છે. સુરત રેલ્વે સ્ટેશન પર પીડિતાનો પીછો કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફુટેજના આધારે ઈસમને શંકાસ્પદ તરીકે ઉઠાવ્યો છે.
પીડિતાએ પણ ટ્રેનમાં બેસી સાથી કર્મચારીને મેસેજ કર્યો હતો. ઉપરાંત પીડિતાની ડાયરીમાં પણ કોઈ પીછો કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. સુરત રેલ્વે સ્ટેશન પર યુવતીનો પીછો કરી રહેલા ઈસમને સુરતની ઝુપડપટ્ટીમાંથી ઉઠાવ્યો છે. પીડીતાની આત્મહત્યા કે હત્યા તે મામલે તપાસ થશે. તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર રીક્ષાચાલક યુવતીનો પરિચિત હોઈ શકે છે. પોલીસને લક્ષ્મીનગર સોસાયટી પાસેના સીસીટીવી ફૂટેજમાં બનાવના દિવસે યુવતી જતી દેખાઈ. પોલીસની એક ટીમ ઓએસીસ સંસ્થાની ચાંદોદ શાખામાં તપાસ માટે ગઈ છે. યુવતીનો ટ્રેનમાં એક યુવક પીછો કરતો સીસીટીવીમાં જોવા મળ્યો, તેમ પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું.
વડોદરા ઓલ્ડ પાદરા રોડના વેકસીન મેદાન ખાતે સામુહિક દુષ્કર્મ થયું હતું ત્યાં બે યુવકની હલચલ સીસીટીવીમાં કેદ થઈ છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વેકસીન મેદાનની સામેના કોમ્પ્લેક્ષ ખાતેના સીસીટીવી મેળવી તપાસ કરી રહી છે. બંને શકમંદોને શોધવા પોલીસે એક ટીમ બનાવી જે બંને યુવકને શોધવા કામે લાગી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અનેક સીસીટીવી ચેક કર્યા. વેક્સિન ગ્રાઉન્ડના ઘટના સ્થળની સાઈડથી સીસીટીવી મળ્યા.
બે ઈસમો રોડ ક્રોસ કરી અમી સોસાયટી તરફ જતા જોવા મળ્યા. 6:55 મિનિટે બંન્ને ઈસમો વેક્સિન ગ્રાઉન્ડની દિવાલ કુદી રોડ ક્રોસ કરી રહ્યા છે. શંકાસ્પદ ઈસમોની પોલીસ શોધખોળ કરી રહી છે. દુષ્કર્મને અંજામ આપનાર આ બંન્ને ઈસમો હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.