Vadodara: વડોદરામાં પાણીના હોજમાં ડૂબી જવાથી આઠ વર્ષના બાળકનું મોત
વડોદરામાં પાણીના હોજમાં ડૂબી જવાથી 8 વર્ષના બાળકનું મોત થયું છે.
વડોદરામાં પાણીના હોજમાં ડૂબી જવાથી 8 વર્ષના બાળકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર ઉટિયા ગામમાં ખેતરમાં રહેતો હતો. દરમિયાન તેજીયાભાઇ મેડાના આઠ વર્ષીય પુત્ર સાગર હોજમાંથી પાણી ભરવા જતા એકાએક હોજમાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જવાથી આઠ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના કારણે પરિવારમા શોકનો માહોલ સર્જાયો હતો. હાલ તો વરણમા પોલીસે ઘટના સ્થળે પહોચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Vadodara: વડોદરાની 13 મહિલાઓનો કમાલ, 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી......
Vadodara: વડોદરાની મહિલાઓએ ફરી એકવાર કમાલ કરી દીધો છે. શહેરની 13 મહિલાઓ 5380 મીટરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઇ છે. ખાસ વાત છે કે, આ ઘટના ગુજરાતમાં પહેલીવાર બની છે, ગુજરાતમાંથી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મહિલા ટ્રેકર એવરેસ્ટ પર પહોંચી છે.
આ ટ્રેકિંગમાં કુલ 13 ટ્રેકર મહિલાઓ હતી, જેમાં 4 ટીનેજર્સ અને 9 મહિલાઓ 40થી વધુની ઉંમરની હતી, આ તમામે 16મી મેને મંગળવારે આ કારનામુ કર્યુ હતુ, આ 13 ટ્રેકર મહિલાઓ 9 દિવસમાં 75 કલાક ટ્રેકિંગ કરીને સફળતા પૂર્વક એવરેસ્ટ પહોંચી. આ ગ્રુપના પીડિયાટ્રીસન ડૉ. ઉર્જીતા ભાલાણીએ ઇ.બી.સી ટ્રેકિંગનો જાન્યુઆરીમાં પ્લાન બનાવ્યો હતો. ખાસ વાત છે કે, આ ટ્રેકિંગ તમામ મહિલાઓના જીવનનું પહેલું ટ્રેકિંગ હતું.
Vadodara: વડોદરામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 10 વર્ષની સજા, લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ
વડોદરાઃ વડોદરામાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે દોષિતને 10 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર દોષિતને કોર્ટે 10 વર્ષની સજા આપી હતી. સાથે કોર્ટે સગીરાને વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો. કોર્ટે દોષિતને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ના ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.