વડોદરા સેન્ટ્રલ જેલમાં રેપ વિથ મર્ડરના કેસ આરોપીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
વડોદરા: સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુરના કેદી કાંતિ રાઠવાએ જેલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અનેક સવાલો ઉઠ્યા છે.
વડોદરા: સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુરના કેદી કાંતિ રાઠવાએ જેલમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અનેક સવાલો ઉઠ્યા છે. યાર્ડ નંબર 5માં સૂતરની આંટીથી ગળાફાંસો કેદીએ આપઘાત કર્યો હતો. કાંતિ રાઠવા રેપ વિથ મર્ડરના કેસમાં 14 વર્ષથી પાકા કામના કેદીની સજા ભોગવી રહ્યો હતો. જો કે કેદીએ જેલમાં આત્મહત્યા કરતા અનેક સવાલો પણ ઉઠ્યા છે.
ભાવનગર: નરાધમ પિતાએ 14 વર્ષીય દીકરી પર આચર્યું વારંવાર દુષ્કર્મ
ભાવનગર: શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં સાવકા પિતાએ 14 વર્ષીય દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકો ખળભળાટ મચી ગયો છે. આ વાતની જાણ દીકરીની માતાને થતા બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાવકા પિતાએ ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ બોરતળાવ પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી છે.
વડોદરા: ઢોર ચરાવવા ગયેલ મહિલા સાથે સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય આચરવામાં આવતા ચકચાર
વડોદરા: વાઘોડિયાના ખંધા ગામે આધેડ મહિલા સાથે સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આધેડ મહિલા પશુ ચરાવવા સિમમા ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ કોતર ઝાડીમા ખેંચી જઈ પ્રવિણ વસાવા નામના વ્યક્તિએ બાળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ મહિલાએ પરીવારને જાણ કરાતા આરોપી સાને પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને નરાધમ યુવકને જડપી પાડ્યો હતો.
વાઘોડિયાના ખંઘાગામે સીમમા ઢોર ચરાવવા ગયેલી 55 વર્ષીય આધેડ મહિલાને ગામના જ યુવાને વાસનાનો શિકાર બનાવી હતી.એકલતાનો લાભ લઈ કોતર ઝાડીઓમા વારંવાર દુષ્કર્મ કરી સૃષ્ટી વિરુધ્ધનુ કૃત્ય પ્રવિણ વસાવાએ આચર્યુ હતુ.નરાઘમે કૃત્ય આચરતા ભોગ બનનાર આધેડના પશુઓ ખોવાઈ જતા પરીવાર સમક્ષ આઘેડે દુષ્કર્મનો ભોગ બન્યાનો ફાંડો ફોડ્યો હતો.પ રિવાર સહિત સમાજના આગેવાનોએ વાઘોડિયા પોલીસને જાણ કરતા દુષ્કર્મના આરોપીની પોલીસે કલાકોમા જ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.