શોધખોળ કરો
દાહોદ ભાજપના દિગ્ગજ નેતાનું મોત, કોરોનાના લક્ષણો દેખાતા કરાયા હતા હોસ્પિટલાઇઝ
સારવાર દરમિયાન આજે વહેલી સવારે નલિનકાંત મોઢિયાનું મોત થયું છે. હોસ્પિટલ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાશે.

દાહોદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર પણ વધી રહ્યો છે. ત્યારે દાહોદમાં ભાજપના દિગ્ગજ નેતા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નલિનકાંત મોઢિયાનું મોત થયું છે. તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન આજે વહેલી સવારે નલિનકાંત મોઢિયાનું મોત થયું છે. હોસ્પિટલ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાશે. તેમના નિધનથી દાહોદ ભાજપમાં શોકનો માહોલ છે.
વધુ વાંચો




















