Vadodara Boat Accident: કોંગ્રેસે હરણી બોટ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહારો
Vadodara Boat Accident: વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આજે જે સ્થળે બોટ દુર્ઘટના ઘટી હતી તે વડોદરાના હરણી લેક ખાતે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગઈકાલે તળાવમાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ સહિત 14ના મોત નિપજ્યા હતા.
Vadodara Boat Accident: વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આજે જે સ્થળે બોટ દુર્ઘટના ઘટી હતી તે વડોદરાના હરણી લેક ખાતે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગઈકાલે તળાવમાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ સહિત 14ના મોત નિપજ્યા હતા. આજે કોંગ્રેસે તમામને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત ચાવડા સાથે શહેર પૂર્વ મંત્રી ભીખાભાઇ રબારી, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવત સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
વડોદરામાં હરણી ખાતે બોટ પલટી જતા મૃત્યુ પામેલા માસૂમ બાળકો અને શિક્ષકોનાં દિવ્યત્માને ભાવપૂર્ણ શ્રઘ્ધાંજલિ.#Vadodra #HarniLake pic.twitter.com/7VVmlVtggG
— Amit Chavda (@AmitChavdaINC) January 19, 2024
અમિત ચાવડાનું નિવેદન
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા દુર્ઘટના સર્જાય તેમાં પ્રસાશનની પણ દુર્ઘટના છે. 1993મા સુરસાગર તળાવમાં બોટ પલટી જતા 22ના મોત નિપજ્યા હતા. હરણી તળાવમાં બોટમાં 14ની કેપેસિટી સામેં 27ને બેસાડ્યા હતા. તમામને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા ન હતા. આજે શ્રદ્ધાંજલિ સાથે માંગ કરીએ છીએ કે કોર્પોરેશને તળાવ બ્યુટીફીકેસન પીપીપી ધોરણે કામ અપાયું હતું.
તેમણે આગળ કહ્યું કે, આરોપીઓની નોંધાયેલી એફ.આઈ.આરમાં મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર, સ્થાઈ અધ્યક્ષના નામ પણ હોવા જોઈએ. હાઇકોર્ટના સીટીંગ જજને તપાસ સોપાય તેવી માગ કરી છે. વિધાનસભા સત્રમાં આ મામલો ઉઠાવવામાં આવશે. આગામી વિધાનસભા સત્રમાં હરણી દુર્ઘટના મામલે વ્હાઇટ પેપર જાહેર કરવાની માંગ કરીશું. મોરબી,સુરત કે વડોદરા હરણી લેકના મામલાને સતત ઉઠાવીશું. હાઇકોર્ટના સીટીંગ જજની એસ.આઈ.ટીની રચના કરી તપાસ યોજવાની પણ માંગ કરીશું.
ગુરૂવારે વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી ભયંકર બોટ દુર્ઘટનાએ 14 જિંદગો ભોગ લીધો, આજે આ મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરસન્સમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઘટનાના પગલે લેવાયેલા ત્વરિત પગલા અંગે જાણકારી આપી હતી.
ગુરૂવારે બનેલી ગોઝારી કરૂણ ઘટનાના બાદ પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આજે આ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને અનેક ખુલાસા કર્યા હતો. પોલીસ કમિશન અનુપમ ગહેલોતે જણાવ્ય્ કે, “ દુર્ઘટનામાં 12 બાળક, 2 શિક્ષકના મોત થયા છે. દુર્ઘટના બાદ તુરંત રેસ્ક્યૂ ઓપરેશન કરી અન્યોને બચાવાયા હતા. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. મેનેજર, બોટ ચલાવનાર અને બોટ સેફ્ટીના 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.કોટિયા કંપનીના ત્રણ પાર્ટનરની અટકાયત કરીને તેમની પૂછપરછ થઇ રહી છે. કંપનીના 15 પૈકી એકાદ પાર્ટનરનું મૃત્યુ થયુ છે, પેટા કોંટ્રાક્ટ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે, બોટ કોણ ઓપરેટ કરતુ હતુ, કયાંથી બોટ આવી તેની તપાસ પણ હાથ પર છે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે, અ દુર્ઘટનામાં ફરિયાદમાં કુલ 18 લોકોના નામ છે,તપાસ માટે SITની રચના કરવામાં આવી છે, તપાસ માટે કોર્પોરેશન પાસેથી કરારના ડોક્યુમેન્ટ પણ લીધા છે અને તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે,ઉલ્લેખનિય છે કે, ફરિયાદમાં કંપનીના 15 પાર્ટનરોના નામ છે, અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ છે તેમની પૂછપરછ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે, કરાર થયા બાદ કુલ છ ડાયરેક્ટર હતા અને બાદ 9 થયા હતા. ટકાવારી પ્રમાણે કંપનીમાં પાર્ટનરો ભાગીદાર છે,અમૂક પાર્ટનરના એડ્રેસ જૂના નિકળ્યા છે,ભીમસિંહ યાદવ, રશ્મીકાંત પ્રજાપતિ અને
અંકિત વસાવા, નયન ગોહિલ, શાંતિલાલ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં કોઈની શરમ રાખવામાં નહીં આવે પ્રેસ કોન્ફરન્સ દરિયાન અનુપમ ગેહલોતે જણાવ્યું કે,કોઇપણ પ્રકારના પક્ષપાત વિના તટસ્થ રીતે તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે, ધરપકડ કરાયેલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને વધુ માહિતી માટે આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે.