શોધખોળ કરો
Advertisement
Corona Update: છોટાઉદેપુરના બોડેલીની નાનકડી આયેશાએ કોરોનાને આપી મ્હાત, જાણો ડોક્ટરે શું કહ્યું?
બોડેલીમાં કોરોના વાયરસથી સંક્રમિત બે વર્ષની બાળકી સાજી થયા બાદ તેને મંગળવારે ગોત્રીની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી
વડોદરાઃ બોડેલીમાં કોરોના વાયરસથી સંક્રમિત બે વર્ષની બાળકી સાજી થયા બાદ તેને મંગળવારે ગોત્રીની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. આ બાળકી છોટે ઉદેપુર જિલ્લાની બીજી એવી દર્દી હતી જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આયેશા ખત્રીને તેના 60 વર્ષના દાદાથી ચેપ લાગ્યો હતો જેમને પણ આ જ હોસ્પિટલમાંથી ગયા અઠવાડિયે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ખત્રીનો ઘણીવાર ટેસ્ટ કરવામાં આવ્યો અને છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતાં 13 દિવસની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જોકે, તેની માતા કે જે બાળકીની સંભાળ રાખી રહી હતી તેનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને હાલ તે સારવાર હેઠળ છે.
હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું હતું કે, આયેશામાં જીવલેણ વાયરસના ખૂબ ઓછા લક્ષણો હતા પરંતુ પ્રોટોકોલ પ્રમાણે તેની સારવાર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આયેશા સહિત પાંચ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બાળકીના દાદા સહિતના ચારેય દર્દીઓની ઉંમર 50 વર્ષ ઉપર છે. ડોક્ટરોએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરાયેલા તમામ દર્દીઓની ઉંમર વધારે હોવાથી જોખમ પણ વધારે હતું અને તેમાંથી બેને ડાયાબિટીસ અને કિડનીની તકલીફ હતી.
છોટા ઉદેપુર જિલ્લામાં હાલ પાંચ કેસ છે, જેમાંથી 4 દર્દીઓ બોડેલીના અને એક છોટા ઉદેપુર ટાઉનનો છે. આયેશાની માતા સિવાય બોડેલીના અન્ય દર્દીઓ છોટા ઉદેપુરના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે જ્યારે છોટા ઉદેપુરનો દર્દી વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement