શોધખોળ કરો
Advertisement
વડોદરામાં એક જ પરિવારની બે યુવતીને કઈ રીતે લાગ્યો કોરોનાવાયરસનો ચેપ ? જાણીને ચોંકી જશો
શ્રીલંકાથી વડોદરા આવેલા દંપતીનો ચેપ દીકરી અને પુત્રવધૂને પણ લાગ્યો. વડોદરામાં કોરોનાના છ કેસ પોઝિટિવ.
વડોદરાઃ વડોદરામાં સોમવારે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં કોરોનાનો ચેપ હોય તેવા દર્દીઓની સંખ્યા 6 પર પહોંચી છે. આ પૈકી ચાર વ્યક્તિ તો એક જ પરિવારની હોવાનુ બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે વડોદરામાં શ્રીલંકાથી આવેલા પતિ-પત્નીનો કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં તે માટે રિપોર્ટ કરાવાયો હતો. આ બંનેના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તરત આઈસોલેશનમાં ખસેડી દેવાયાં હતાં. સરકારી તંત્રે તરત જ પરિવારના અન્ય લોકોના પણ કોરોનાવાયરસની રીપોર્ટ કરાવાયો હતો.
આ બંનેના સંપર્કમાં આવેલી 27 વર્ષીય પુત્રી અને 29 વર્ષીય પુત્રવધૂનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને પણ તાત્કાલિક આઈસોલેશનમાં રખાયાં છે. આમ વડોદરામાં એક જ પરિવારના ચાર સભ્યોનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. પરિવારની બંને યુવતીઓ વિદેશથી આવેલા માતા-પિતાને મળ્યાં તેમા જ તેમને ચેપ લાગી ગયો છે.
આ રીપોર્ટના પગલે સરકારી તંત્રે ત્વારિત કામગીરી કરીને કોરોનાવાયરસનો રીપોર્ટ પોઝિટિવ હોય તેવી વ્યક્તિઓના સંપર્કમાં આવેલા 29 લોકોને કોરોંટાઈન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement