શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ 12 સાયન્સની વિદ્યાર્થિની સાથે 23 વર્ષ મોટા શિક્ષકે ટ્યુશન ક્લાસમાં બાંધ્યા શારીરિક સંબંધ, ઉતાર્યો વીડિયો ને....
શિક્ષકે સગીરા સાથે બળાત્કાર કરીને વિડિયો ઉતારી અશ્લીલ ફોટા પાડીને વારંવાર બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ સમયે આરોપી પોતે ટ્યૂશન ક્લાસનો શિક્ષક હતો.
વડોદરાઃ શહેરના અટલાદરામાં ટ્યૂશન ક્લાસની ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને શિક્ષકે અલગ અલગ હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. શહેરની નામાંકિત સ્કૂલના શિક્ષક વિનુ કતારિયાને કોર્ટે બળાત્કાર અને પોક્સોના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
વિનુ કતારિયાની 2009માં ગોરવા રોડની અગ્રણી સ્કૂલમાં બાયોલોજી-ટીચર તરીકે નિયુક્તિ કરાઇ હતી. બે વર્ષ અગાઉ તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પછી તેને શિક્ષકપદેથી સસ્પેન્ડ કરાયો હતો. આ બળાત્કારનો કેસ કોર્ટમાં ચાલતા કાર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે નોંધ્યું હતું કે આરોપી શિક્ષક હોવાથી અને પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દીકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવા સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે. એ જોતાં આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું છે, આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો એનાથી સમાજમાં ખોટો સંદેશો જશે.
શિક્ષકે સગીરા સાથે બળાત્કાર કરીને વિડિયો ઉતારી અશ્લીલ ફોટા પાડીને વારંવાર બ્લેકમેઇલ કરી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ સમયે આરોપી પોતે ટ્યૂશન ક્લાસનો શિક્ષક હતો. આ સંબંધોની જાણ વિદ્યાર્થિનીનાં માતા-પિતાને થયા બાદ વિદ્યાર્થિનીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને વ્હોટ્સએપ એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું.
વિદ્યાર્થિની આરોપીથી પીછો છોડાવવા માગતી હતી, પરંતુ આરોપીએ વિદ્યાર્થિનીની માતાના મોબાઈલ પર વારંવાર મેસેજ કરી તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખવાની ફરજ પાડી હોવાનું રેકોર્ડ પર આવ્યું હતું. વિદ્યાર્થિનીના પિતાએ માગ કરી હતી કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઇએ. અન્ય કોઇ દીકરી આનો ભોગ ન બને એ માટે ફાંસીની સજાની માંગ કરી હતી. જોકે, કોર્ટે તેને આજીવન કેદ ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion