શોધખોળ કરો

Vadodara: ગુજરાતના પ્રથમ મહિલા ચીફ સેક્રેટરી રહેલા મંજુલા સુબ્રમણ્યમનું નિધન, PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું ?

Dr Manjula Subramaniam Death: મંજુલા સુબ્રમણયમે 1 જાન્યુઆરી 2023ના રોજ વડોદરા ખાતે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.

Vadodara News: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન થયું છે.  મંજુલા સુબ્રમણયમે 1 જાન્યુઆરી 2023ના રોજ વડોદરા ખાતે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી આઇએએસ બેડામાં શોકની લાગણી પ્રસરી છે.  મંજુલા સુબ્રમણ્યમ 1972ની બેચના આઇએએસ અધિકારી હતા. 2008માં નિવૃત્ત થયા બાદ અનેક પદો ઉપર તેમણે ફરજ બજાવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમના નિધન પર ટ્વિટ કરી લખ્યું, ડૉ. મંજુલા સુબ્રમણ્યમના નિધનથી દુઃખી. નીતિ સંબંધિત મુદ્દાઓ મામલે તેમની સમજણ અને કાર્યલક્ષી અભિગમને કારણે તેઓને ચારેતરફ માન મળ્યું છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ.

મંજુલા સુબ્રમણ્યમનો ચીફ સેક્રેટરી તરીકેનો કેટલો હતો કાર્યકાળ

ડો. મંજુલા સુબ્રમણ્યમનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર, 2002 થી 30 સપ્ટેમ્બર, 2008 સુધીનો રહ્યો હતો. જો કે તેઓ રિટાયર્ટમેન્ટ બાદ તેઓની સ્વચ્છ છબીને જોતા સરકારે તેમને વિજિલન્સ કમિશ્નર બનાવ્યા હતા. તેઓ નિવૃતી બાદ પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહ્યા હતા. સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પણ તેઓનું યોગદાન ખુબ જ મહત્વનું હતું. આ ઉપરાંત તેઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપનીમાં પણ તેઓ ડાયરેક્ટર રહ્યા હતા. તેઓએ આ પદ પરથી પોતાના સ્વાસ્થયની સમસ્યાઓના કારણે રાજીનામું આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કર્યું ટ્વિટ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડMLA Kirit Patel : પાટણ યુનિવર્સિટી લાફાકાંડમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આરોપી પોલીસ સમક્ષ હાજરVadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત
Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

Myths Vs Facts: શું વધારે ખાંડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, જાણો શું છે સત્ય?

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Embed widget