શોધખોળ કરો

યુવતી વડોદરાની વ્યક્તિને મજા કરવા એક્ટિવા પર બેસાડીને લઈ ગઈ ને પછી શું કર્યું? જાણો વિગત

અપ્સરા ટોકિઝ પાસે રહેતી વૃત્તિ સંજય રાજપૂતે ઇલોરાપાર્ક પાસે 63 વર્ષીય કિરણ ભલુભાઇ ગઢવીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે મોબાઇલથી ઇસારો કરી કિરણભાઈને બોલાવ્યા હતા અને મજા કરવાની લાલચ આપી હતી.

વડોદરાઃ શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં રહેતી વ્યક્તિને એક યુવતીએ મજા કરવાનું કહીને એક્ટિવા પર લઈ જઈ પોતાના સાગરીતોની મદદથી હનીટ્રેપમાં ફસાવી હતી અને તેને કારમાં પરાણે બેસાડી માર મારી 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી બીજા એક લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. જોકે, પછી પકડાઇ જવાની બીકે તેઓ આ વ્યક્તિને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયા હતા. આ અંગેની વિગતો એવી છે કે, ગત સોમવારે બપોરે અપ્સરા ટોકિઝ પાસે રહેતી વૃત્તિ સંજય રાજપૂતે ઇલોરાપાર્ક પાસે 63 વર્ષીય કિરણ ભલુભાઇ ગઢવીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેણે મોબાઇલથી ઇસારો કરી કિરણભાઈને બોલાવ્યા હતા અને મજા કરવાની લાલચ આપી હતી. જેથી કિરણભાઈ લાલચમાં આવી ગયા હતા. આ પછી વૃત્તિ તેમને એક્ટિવા પાછળ બેસાડી નિલામ્બર સર્કલ પાસે લઈ ગઈ હતી. અહીં પાણીની ટાંકી પાસે તે કિરણભાઈ સાથે અડપલા કરવા લાગી હતી. એટલીવારમાં સફેદ સ્વીફ્ટ ડીઝાયરમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને બંનેને ધમકાવી કારમાં બેસાડી દીધા હતા. આ પછી કિરણભાઈને માર મારી એક શખ્સે 20 હજાર રૂપિયા, મોબાઇલ અને અન્ય વસ્તુઓ પડાવી લીધી હતી. તેમજ વધુ એક લાખ રૂપિયા માંગ્યા હતા. તેમજ ન આપે તો બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જોકે, દોઢ કલાક કિરણભાઈને ફેરવ્યા પછી પકડાઇ જવાની બીક લાગતાં તેમને રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા. કિરણભાઈએ આ અંગે પોલીસને જાણ કરતા અને કારનો નંબર આપતા પીઆઇ ખેર સહિતની ટીમે તપાસ કરતાં કાર ફતેપુરાના અમુલ રમેશ શિર્કેની માતાના નામની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ફૂટેજ મેળવી અમૂલ અને યુવતી સહિત 5ની ધરપકડ કરી હતી. હનીટ્રેપ ગોઠવી લૂંટ ચલાવવામાં એસઓજીનો પીએસઆઇ ચૂડાસમા બનનાર અમૂલ શિર્કે ફતેપુરાના નામીચા રમેશ પહેલવાનનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેનું મૂળ નામ હીરેન છે. સલીમ શેખ સહિતના સાગરિતો સાથે તે છેલ્લા ઘણા સમયથી સક્રિય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર
વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget