શોધખોળ કરો
Advertisement
કોરોનાને લઈને અત્યાર સુધીના સૌથી સારા સમાચાર, વડોદરામાં એક સાથે 45 દર્દી થયા સાજા
વડોદરામાં આજે ડિસ્ચાર્જ થનાર 45 દર્દીમાંથી કેટલાક દર્દી પ્લાઝમા ડોનલ બને તે માટે મુસ્લીમ સમજાના તબિબો કાઉન્સેલિંગ કરશે.
વડોદરાઃ કોરોના વાયરસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં એક-બે નહીં પણ એક સાથે 45 દર્દી સાજા થઈ ગયા છે. આજે આ તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. વડોદરાવાસીઓ માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે.
મળતી માહિતી પ્રમાણે આજે 45 દર્દીને હોસ્પિટલમાં રજા આપવામાં આવશે. આ તમામ દર્દીઓ ઈબ્રાહીમ બાવાની આઈટીઆઈના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા. આ 45 કોરોના પોઝીટીવ દર્દીના બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવશે.
આજે સવારે 11 કલાકે તમામ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તેઓને 3 લક્ઝરી બસ દ્વારા નાગરવાળા પહોંચાડવામાં આવશે. સાથે સાથે રસ્તા પર પુષ્પો દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવશે.
ઓએસડી વિનોદ રાવે આપેલી માહીતી અનુસાર વડોદરામાં આજે ડિસ્ચાર્જ થનાર 45 દર્દીમાંથી કેટલાક દર્દી પ્લાઝમા ડોનલ બને તે માટે મુસ્લીમ સમજાના તબિબો કાઉન્સેલિંગ કરશે.
નોંધનીય છે કે, વડોદરામાં કુલ 206 કોરોના પોઝિટિવ કેસ હતા. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion