શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ મોટા શહેરમાં આમ આદમી પાર્ટીનાં મહિલા નેતા પર ફાયરિંગ, યુવતીએ કંકોતરી આપીને ગન કાઢી ને..
યાકુતપુરામાં ધોળા દિવસે મહિલા નેતાને ઘરમાં ઘૂસીને ગોળી મારી દેતા ખભળાટ મચી ગયો છે. યુવતીએ મહિલાને કંકોતરી આપાવના બહાને ઘર ખોલાવી મહિલાને ગોળી ધરબી દીધી હતી.
વડોદરાઃ શહેરના સંવેદનશીલ ગણાતા યાકુતપુરામાં ધોળા દિવસે મહિલા નેતાને ઘરમાં ઘૂસીને ગોળી મારી દેતા ખભળાટ મચી ગયો છે. યુવતીએ મહિલાને કંકોતરી આપાવના બહાને ઘર ખોલાવી મહિલાને ગોળી ધરબી દીધી હતી. મહિલાને ગોળી વાગતા હાલ તેની તબિયત નાજૂક છે.
સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં રહેતી આમ આદમી પાર્ટીના મહિલા નેતા અમીનાબીબી પર મંગળવારે બપોરે બે શખ્સો પૈકી યુવતીની જેમ ઓઢણીની બુકાની પહેરીને આવેલા શખ્સે ફાયરિંગ કર્યું હતું. બંને હુમલાખોર મહિલાને ગોળી મારી એક્ટિવા પર ફરાર થઇ ગયા હતા. મહિલાને છાતીના ભાગે ગોળી વાગતાં સ્થાનિકોએ તેને સારવાર માટે ખસેડી હતી.
અમીનાબીબી નામની મહિલા પર તેના જ દિયરે ફાયરિંગ કર્યું છે. પારિવારીક ઝઘડામાં ગોળી મારી દીધી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ,પીસીબી સહિતની ટીમો અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં લાલ કલરના ટીશર્ટમાં ઘરમાં પ્રવેશ કરતો અને ફાયરિંગ પછી બાઇક પર ફરાર થતો જોઇ શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
અમદાવાદ
Advertisement