શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ યુવતીને પિતરાઈ ભાઈ સાથે જ બંધાયા શારીરિક સંબંધ, તેની સાથે લગ્ન કરવાની પકડી જીદ ને પછી.....
ક્વાંટના એક ગામની યુવતીની તેના પિતરાઈ ભાઈ સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે પરિવારને જાણ થતાં પરિવાર હચમચી ગયો હતો. પરિવારે યુવતીને સમજાવવાનો પ્રયાસ કરતાં યુવતીએ તો તેની સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી. જેને કારણે પરિવાર પણ મુંજાયો હતો.
વડોદરાઃ જિલ્લાના ક્વાંટ તાલુકામાં પિતરાઈ યુવક-યુવતીની પ્રેમ કહાની સામે આવી છે. યુવતીએ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા માટે પરિવારના સભ્યોની સામે પડી હતી અને 181 અભયમનો પણ સંપર્ક કર્યો હતો. મહિલા હેલ્પલાઇન પાસે આ વાત આવતા તેમણે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પછી યુવતીને પોતાની ભૂલ સમજાતા તેણે આ સંબંધોનો અંત લાવી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ક્વાંટના એક ગામની યુવતીની તેના પિતરાઈ ભાઈ સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે પરિવારને જાણ થતાં પરિવાર હચમચી ગયો હતો. પરિવારે યુવતીને સમજાવવાનો પ્રયાસ કરતાં યુવતીએ તો તેની સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી. જેને કારણે પરિવાર પણ મુંજાયો હતો.
દરમિયાન યુવતીએ મહિલા હેલ્પલાઇન 181 અભયમ ઉપર આ અંગે ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેને એક યુવક સાથે પ્રેમસંબંધ છે, તેમજ તે તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ પરિવારને આ પસંદ નથી. આથી અભયમની ટીમ તાત્કાલિક યુવતીના ગામમાં પહોંચી હતી. અહીં આવી તપાસ કરતાં યુવક-યુવતી પિતરાઇ ભાઈ-બહેન હોવાનું જાણવા મળ્યું હતું. આથી અભયમની ટીમે યુવતી સાથે આ અંગે વાત કરી હતી અને તેને સમજાવી હતી. જેને કારણે યુવતી માની ગઈ હતી અને આ સંબંધનો અંત લાવવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement