શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Covid-19: વડોદરામાં વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 280
વડોદરામાં સવારે 4 પોઝિટિવ કેસો આવ્યા હતા તેની સાથે આજના દિવસના પોઝિટિવ કેસોની સંખ્યા 21 થઈ છે.
વડોદરા: વડોદરામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સાંજે નાગરવાડા વિસ્તારમાં વધુ 7 કેસ પોઝિટિવ આવતા વડોદરામાં કુલ કેસનો આંકડો 39 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 280 દર્દીઓ થઈ ગયા છે. કચ્છમાં વધુ એક કેસ નોંધાતા અહીં કુલ ત્રણ પોઝિટિવ કેસ થયા છે.
જિલ્લા કલેકટરના જણાવ્યા પ્રમાણે, જેના સેમ્પલ ચકાસણી હેઠળ હતા એ પૈકી 17 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે સવારે આવેલા 4 પોઝિટિવ કેસો સાથે આજના દિવસના પોઝિટિવ કેસોની સંખ્યા 21 થઈ છે. નાગરવાડા સૈયદપુરા વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે માસ સેમ્પલ લેવામાં આવ્યા હતા એ પૈકી આ 17 પોઝિટિવ આવ્યા છે. કુલ પોઝિટિવ કેસ વધીને 39 થયા છે ઉલ્લેખનીય છે કે, તકેદારીના રૂપમાં ઉપરોક્ત વિસ્તારમાં માસ સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી રહી છે.
વડોદરામાં નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને રેડ ઝોન જાહેર કરી ક્લસ્ટર કવોરનટાઈન કરાયો છે. નાગરવાડાના કેટલાક કોરોના પોઝિટિવ દર્દી તાંદલજા ના લોકો સાથે સંપર્કમાં હતા.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 6199 સેમ્પલ લેવાયા, જે પૈકી 5579 નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ 17 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં ક્યાં કેટલા કેસ ?
- અમદાવાદ-142
- સુરત - 24
- રાજકોટ - 13
- વડોદરા - 39
- ગાંધીનગર - 13
- ભાવનગર - 18
- કચ્છ - 3
- મહેસાણા - 2
- ગીર સોમનાથ - 2
- પોરબંદર - 3
- પંચમહાલ - 1
- પાટણ - 5
- છોટા ઉદેપુર - 2
- જામનગર -1
- મોરબી - 1
- આણંદ - 2
- સાબરકાંઠા - 1
- દાહોદા - 1
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion