શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરાઃ હોમ ક્વોરોન્ટાઇન વ્યક્તિએ ખોલી દુકાન, કારણ વગર બહાર નીકળી રહ્યા છે લોકો
વડોદરામાં કારણ વગર બહાર નીકલી રહેલા લોકો સામે પોલીસે કરી લાલ આંખ. હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ કરનાર સામે ફરિયાદ.
વડોદરાઃ ભારતમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં લોકડાઉનનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં કારણ વગર ઘરની બહાર લટાર મારવા નિકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. કારણ વગર ઘરની બહાર નીકળેલા 100થી વધુ બાઇક સવારો સામે કાર્યવાહી કરી છે.
એટલું જ નહીં, હોમ ક્વોરોન્ટાઈનમાં હોવા છતાં બહાર નીકળતા લોકોને પકડી હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરાઈ રહ્યા છે. હોમ કોરોન્ટાઈન વ્યક્તિએ દુકાન ખોલતા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી છે. નિઝામપુરા , ફતેહગંજ, રેલવે સ્ટેશન રોડ, બસ ડેપો રોડ, અલકાપુરી, કારેલીબાગ સહિત શહેરના તમામ રસ્તાઓ પર પોલીસ કાર્યવાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion