શોધખોળ કરો

HIT And RUN: હાઇવે ક્રૉસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહને મારી ટક્કર, યુવાનનું મોત, ટક્કર મારનાર ફરાર

વડોદરા શહેરમાંથી ફરી એકવાર જીવલેણ ટક્કરની ઘટના સામે આવી છે, અહીં એક હિટ એન્ડ રન કેસમાં એક મૉટર સાયકલ ચાલકનું મોત થયુ છે

HIT And RUN: વડોદરા શહેરમાંથી ફરી એકવાર જીવલેણ ટક્કરની ઘટના સામે આવી છે, અહીં એક હિટ એન્ડ રન કેસમાં એક મૉટર સાયકલ ચાલકનું મોત થયુ છે. યુવક કટ પરથી ક્રૉસિંગ કરી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યો હતો, આ ઘટના બાદ લોકોમાં ભય ફેલાયો છે. શહેર નજીકથી પસાર થઇ રહેલા નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામના કટ પર એક બાઇક ચાલક ક્રૉસિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને અજાણ્યા વાહને ટક્કર મારી દીધી હતી, આ યુવાનનું નામ મનોજ પ્રજાપતિ હતી અને તે કરજણના બામણગામથી પોર તરફ જઇ રહ્યો હતો, આ ટક્કરથી બાઇક ચાલકનું મોત થઇ ગયુ હતુ. ટક્કર માર્યા બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. હાલમા મનોજના મૃતદેહને પૉસ્ટમૉટર્મ માટે મોકલી આપવામાં આવ્યો છે. 

મહેસાણા જિલ્લામાં બની હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટના,  બેના મોત

મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના બની હતી. મહેસાણા જિલ્લામાં બનેલી બે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મહેસાણા અમદાવાદ હાઈવે પર સંકુઝ વોટર પાર્ક નજીક બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયુ હતું. જ્યારે કાર ચાલક બાઇકને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનમાં મોતને ભેટેલો યુવક પાટણના કમળીવાળાનો હતો. લાંઘણજ પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. મહેસાણા જિલ્લામાં બનેલી અન્ય હિટ એન્ડ રન ઘટનામાં પણ બાઇક સવારનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ઉનાવા પાસે ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

એક જ દિવસમાં હીટ એન્ડ રનની બે ઘટના

ગુજરાતમાં થોડા દિવસ અગાઉ બે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બન્ને ઘટનામાં લોકોના મોત થયા છે. પ્રથમ ઘટના વિરમગામ બહુચરાજી હાઈવેની છે જ્યાં સીતાપુર ગામ પાસે બની હીટ એન્ડ રનની ઘટના નસામાં ધુત કાર ચાલકે ચાર એક બાઈક ચાલક અને ત્રણ રહાદારીને ટક્કર મારતા એક મહિલાનું મોત અને ચાર લોકો થયા ઘાયલ થયા હતા. કાર લઇ ભાગવા જતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો. મળતી માહિતી મુજબ વિરમગામ બહુચરાજી હાઇવે પર ફરી હીટ એન્ડ રનની ઘટના બની હતી. નશામાં ધુત કાર ચાલકે અમદાવાદ જીલ્લાના સીતાપુર ગામ પાસે એક કાર ચાલક અને ચાર જેટલા રાહદારીને ટક્કર મારી ભાગ્યો હતો જોકે આ કાર ચાલક બહુચરાજી આવતા બહુચરાજી પોલીસે તેને કોર્ડન કરી રોકી લીધો હતો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જો કે આ કાર ચાલક એટલો નસાની હાલતમાં હતો કે તેનું ખુદનુ ભાન પણ હતું નહીં.

GJ13AR8276 ના આ કાર ચાલકે વિરમગામ નશો કરી કાર લઇ બહુચરાજી તરફ આવ્યો હતો ત્યારે બહુચરાજી ૧૫ કિમી આગળ હાસલપુર ગામ પાસે તેને સ્કૂટર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી જેમાં મહિલાનું મોત થયું હતું તો પતિ ગંભીર રોતે ઘાયલ થયો છે. જો કે અહી અકસ્માત સર્જી આ કાર ચાલક ભાગ્યો અને બહુચરાજી પાસે આવતા આવતા વધુ ત્રણ રાહદારને ટક્કર મારી હતી. જો કે હીટ એન્ડ રણ કરનાર કાર ચાલક નશાની હાલતમાં હતો તેની ગાડી પર ભાજપનો ખેસ પણ બધેલ હતો જો કે દારૂના નશામાં કાર ચલાવી હીટ એન્ડ રની ઘટનાને અંજામ આપનારને બહુચરાજી પોલીસની મદદ થી પકડાઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget