શોધખોળ કરો

ગુજરાતના આ શહેરની સ્કૂલોમાં કોરોનાથી હાહાકાર, એક જ દિવસમાં આઠ વિદ્યાર્થી અને બે શિક્ષકોને થયો કોરોના

રાજ્યમાં ગઇકાલે કોરોના વિસ્ફોટ થયો હતો.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા હતા જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું.

ગાંધીનગરઃ રાજ્યમાં ગઇકાલે કોરોના વિસ્ફોટ થયો હતો.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4213 કેસ નોંધાયા હતા જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. રાજ્યમાં વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. વડોદરા શહેરમાં ગઇકાલે આઠ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોનાની ઝપેટમા આવતા વાલીઓની ચિંતા વધી છે. સ્કૂલો ફરીથી ઓનલાઇન કરવાની વાલીઓ માંગ કરી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર, વડોદરા શહેરમાં ગઈકાલે આઠ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. એક જ દિવસમાં 8 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવતા વાલીઓની ચિંતા વધી હતી. વડોદરામાં 10 દિવસમાં 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. ગઈકાલે પોઝિટીવ આવેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ગો બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે શહેરમાં કોરોનાના નવા 175 કેસ નોંધાયા હતા.જે પૈકી પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ 69 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ગુરુવારે 1 હજાર 835 કેસ સાથે 10 દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના કુલ 5 હજાર 634 કેસ નોંધાયા હતા. ફક્ત 18 દિવસમાં જ કોરોનાના કેસમાં 100 ગણો વધારો થયો છે. 19 ડિસેમ્બરે માત્ર 18 કેસ હતા. ગુરુવારે નોંધાયેલા કેસમાંથી 1400થી વધુ કેસ પશ્ચિમના વિસ્તારોમાં જ નોંધાયા હતા. શહેરના બોડકદેવ, આનંદનગર રોડ, થલતેજ, પાલડી, ચાંદખેડા, ન્યૂરાણીપ, ઘાટલોડિયા, નવરંગપુરા, શેલા, બોપલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, જોધપુર, સરખેજ સહિતના પશ્ચિમના વિસ્તારોમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધ્યું. અમદાવાદમાં ૧ જાન્યુઆરીએ કોરોનાના ૫૫૯ કેસ,૨ જાન્યુઆરીએ ૩૯૬ કેસ, ૩ જાન્યુઆરીએ ૬૩૧ કેસ, ૪ જાન્યુઆરીએ ૧ હજાર ૨૯૦ કેસ , પાંચ જાન્યુઆરીએ ૧ હજાર ૬૩૭ અને ૬ જાન્યુઆરીએ ૧ હજાર ૮૩૫ કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોના ટેસ્ટિંગ બુથો પર ટેસ્ટ માટે લાઈન લાગી રહી છે. તો શહેરમાં 16 વિસ્તારોમાં નવા માઈક્રો કન્ટેઈમેંટ ઝોન જાહેર કરાયા હતા. જેમાં બોડકદેવમાં સૌથી વધુ 22, બોપલમાં 16, મણિનગરમાં 20, સરખેજ, નિકોલમાં 8-8, કાંકરિયામાં 10, થલતેજમાં 10 મકાનોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાં મુકવામાં આવ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget