શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ ડિવોર્સી યુવતીને યુવક સાથે બંધાયા સંબંધ, લગ્ન વગર સાથે રહેવા લાગ્યા ને પછી........
બે વર્ષ પહેલા યુવતી એક યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ સંબંધ આગળ વધતા બંને સાથે રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી સેંથીમાં સિંદૂર ભર્યું હતું.
વડોદરાઃ શહેરના દિવાળીપુરા વિસ્તારમાં ડિવોર્સી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેમજ તેની સાથે લગ્નનું નાટક કરીને યુવકે જ્વેલરી અને રૂપિયા પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. 35 વર્ષીય યુવતીએ અભયમની ટીમને ફોન કરતાં ટીમ પહોંચી ગઈ હતી અને યુવકને પકડી પાડી યુવતીના રૂપિયા અને અન્ય સામાન પરત અપાવ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, એક સંતાનની માતા અને 35 વર્ષીય યુવતીએ પતિ સાથે અણબનાવ થતાં ડિવોર્સ લીધા હતા. યુવતી મોબાઇલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો વ્યવસાય કરતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી. તેમજ સંબંધ આગળ વધતા બંને સાથે રહેવા લાગ્યા હતા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી સેંથીમાં સિંદૂર ભર્યું હતું.
આ પછી તેણે યુવતીને ફોસલાવીને તેના દાગીના ગીરવે મૂકી દીધા હતા. જે થોડા સમયમાં છોડાવી દેવાનું કહ્યું હતું. તેમજ યુવતીના પૈસા પણ તેણે વાપરી નાંખ્યા હતા. થોડા સમય પછી યુવતીએ દાગીના છોડાવી દેવાનું કહેતા યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેને માર મારી ઘરમાંથી નીકળી જવાનું કહ્યું હતું.
તેમજ યુવકે યુવતીનું પાકીટ પણ ઝૂંટવી લીધું હતું. જેમાં 13 હજાર રૂપિયા અને મોબાઇલ સહિતની વસ્તુઓ હતો. આથી યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા ટીમ આવી પહોંચી હતી અને યુવકને ઝડપી લઈ સામાન પરત કરાવ્યો હતો. તેમજ યુવકને અભયમની ટીમે ઠપકો આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement