શોધખોળ કરો
Advertisement
છોટાઉદેપુર: પતિએ પત્ની-દોઢ વર્ષના પુત્રને કેનાલમાં માર્યો ધક્કો, જાણો શું હતું કારણ?
કપલ બાઇક પર બેસીને યુવતીના પિયર વાઘોડિયાના રાજપુરા જઈ રહ્યા હતા, ત્યારે બોડેલી નજીક ઝાંખરપુરા કેનાલ પાસે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
છોટાઉદેપુરઃ બોડેલીના ભોરદાના યુવકે પત્ની અને પુત્રને નર્મદાની મુખ્ય કેનાલમાં ધક્કો મારી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં યુવતીની લાશ મળી આવી છે. જ્યારે બાળકની શોધખોળ ચાલું છે. મળતી વિગતો પ્રમાણે આ કપલ બાઇક પર બેસીને યુવતીના પિયર વાઘોડિયાના રાજપુરા જઈ રહ્યા હતા, ત્યારે બોડેલી નજીક ઝાંખરપુરા કેનાલ પાસે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
આ ઝઘડો ઉગ્ર બનતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની અને દોઢ વર્ષના દીકરાને કેનાલમાં ધક્કો મારી દીધો હતો. જેમાં યુવતીનું મોત થયું છે. જ્યારે બાળકની શોધખોળ ચાલુ છે. બોડેલી પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે આરોપી પતિ ગુલાબ તડવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુલાબ અને મૃતક જયાને લગ્ન પછી બં સંતાનો છે, જેમાં એક 13 વર્ષ અને બીજો દોઢ વર્ષનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement