શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ રોટલી લાવવા મુદ્દે બે મિત્રો વચ્ચે થયો ઝઘડો ને એકે બીજાને મારી દીધી છરી, પછી શું થયું?
ધર્મેન્દ્રસિંગએ સેતાનસિંગ ઉપર ચપ્પુ થી હુમલો કરતા ગંભીર ઈજા પોહચી હતી. તેના અન્ય મિત્રો દ્વારા ઘાયલ સેતાનસિંગ ને બાઈક ઉપર બેસાડી તાત્કાલિક સારવાર અર્થે બાજવા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યાંના ડોક્ટરે ઈજાઓ ગંભીર છે તેમ જણાવતા ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરા ની SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ લોથીની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
વડોદરાઃ રિફાઇનરીમાં પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા લેબરો વચ્ચે બે રોટલી માટે ખૂની ખેલ ખેલાયો હતો. યુવકે મિત્રને ચાકુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગણતરીના કલાકોમાં જવાહરનગર પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર યુવકની ધરપકડ કરી લીધી હતી.
વડોદરાના કરચીયા ગામના રાજસ્થાન કોલોનીમાં રહેતો ઓમપ્રકાશ થાનસિંગ લોંધી(મૂળ મધ્યપ્રદેશ) જે રિફાઇનરી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ગત શનિવારે ઓમપ્રકાશ પોતાના રૂમ પર પહોંચ્યો હતો, ત્યારે તેની સાથે રૂમમાં રહેતો સેતાનસિંગ, નરેન્દ્ર, દશરથ તેમજ ધર્મેન્દ્રએ જમવા બેઠા હતા. જોકે તેઓ જમી લેતા ઓમપ્રકાશ માટે બે જ રોટલીઓ બચી હતી. જેથી મિત્ર ઓમપ્રકાશને રોટલી ઓછી પડશે તેમ વિચારી સેતાનસિંગ બાજૂના રૂમમાંથી બે રોટલીની વ્યવસ્થા કરી લાવ્યો હતો.
બીજા દિવસે રવિવાર હોવાથી તમામ સાથી મિત્રો પોતાના રૂમ પર હાજર હતા. તેવામાં સાંજના સમયે ધર્મેન્દ્રસિંગે સેતાનસિંગને કહ્યુ કે, તુ રૂમ નંબર 46 અને 47 માં રહેતા લોકો પાસેથી રોટલી કેમ લાવ્યો હતો. હવે તેઓ રોટલીના બદલામાં પાંચ કિલો લોટ માંગી રહ્યાં છે. જેથી બન્ને બાજૂના રૂમમાં રહેતા લોકો પાસે પહોંચ્યાં હતા. જ્યાં બોલાચાલી થતા પાડોશીઓએ તેમને છુટ્ટા પાડ્યા હતા.
આજ બાબતે ધર્મેન્દ્રસિંગ અને સેતાનસિંગ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. તેવામાં ધર્મેન્દ્રસિંગ ક્યાંથી ચપ્પુ લઇ આવ્યો અને સેતાનસિંગ પર હુમલો કરી દીધો હતો. ધર્મેન્દ્રસિંગએ સેતાનસિંગ ઉપર ચપ્પુ થી હુમલો કરતા ગંભીર ઈજા પોહચી હતી. તેના અન્ય મિત્રો દ્વારા ઘાયલ સેતાનસિંગ ને બાઈક ઉપર બેસાડી તાત્કાલિક સારવાર અર્થે બાજવા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, ત્યાંના ડોક્ટરે ઈજાઓ ગંભીર છે તેમ જણાવતા ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરા ની SSG હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહ લોથીની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
નજીવી બાબતે મિત્ર સેતાનસિંગ ઉપર જીવલેણ હુમલો કરી આરોપી મિત્ર ધર્મેન્દ્રસિંગ લોંધી ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો. ધર્મેન્દ્રસિંગ લોંધી જીવલેણ હુમલો કરી કરચિયાથી છાણી સ્થિત છાયાપુરી રેલવે સ્ટેશન પોહચી ગયો હતો, ત્યાંથી ટ્રેનમાં બેસી ગોધરા પહોંચી ગયેલ. જવાહરનગર પોલીસ દ્વારા આરોપીનો પીછો કરતા આરોપીને ગણતરીના કલાકોમાં ગોધરા રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવેલ અને જવાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement