શોધખોળ કરો

Vadodra: વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક બાદ  ધારાસભ્ય કેતન ઈનામદાર આક્રમક મૂડમાં જોવા મળ્યા

વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક પૂર્ણ થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ધારાસભ્ય ઈનામદારે કહ્યું કે બરોડા ડેરી સામે લડત ચાલુ રહેશે.

વડોદરા:  વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક પૂર્ણ થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. ધારાસભ્ય ઈનામદારે કહ્યું કે બરોડા ડેરી સામે લડત ચાલુ રહેશે. ડેરીના સત્તાધીશોને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.  હજુ 6 દિવસ બાકી છે પરંતુ સાતમા દિવસે ડેરી પર હલ્લાબોલ કરાશે.  જોકે ગૃહમંત્રી સાથેની વાતચીતને લઈ સવાલ કરાતા ઈનામદારે કહ્યું કે આ મુદ્દે ગૃહમંત્રી સાથે વાત થઈ નથી. 

માત્ર સાવલીના વિકાસ કામો અંગે રજૂઆત કરી છે. મહત્વનું છે કે ડેરીના સભાસદોએ દૂધ વધારે ભર્યું હોવા છતાં યોગ્ય રકમ ન અપાતાં હોવાના આરોપ મૂકાયા હતા ત્યારથી આ વિવાદ શરૂ થયો હતો.  જેને લઈ કેતન ઈનામદારે હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી છે. 

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું ?

01 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હવે રેલવે બજેટનો પણ સામાન્ય બજેટની અંદર સમાવેશ થઈ જાય છે. આ વખતે રેલવેને 2.41 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે. જેમાંથી ગુજરાતને 8332 કરોડ ફાળવાયા છે. ઉપરાંત રેલવેને લગતા 36,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં લેવાયા છે. આ આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું મિશ્રણ હોય તેવું પ્રધાનમંત્રીનું સુચન છે. વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ બે શહેરોને જોડવા વંદે મેટ્રો ટ્રેન ભવિષ્યમાં આવશે. જ્યાં સુધી બુલેટ ટ્રેનની વાત છે તો અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. 

આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. 2026 સુધીમાં બુલેટ ટ્રેન આવશે તેવું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ છે. વન નેશન વન પ્રોડકટને પણ 750 સ્ટેશનથી આગળ વધીને 01 હજાર સ્ટેશન પર લઈ જવાશે. 2371 કરોડના ખર્ચે અમદાવાદ સ્ત્રશનને રી-ડેવલપ કરાશે. જેની કામગીરી એપ્રિલ મહિનાના અંતમાં શરૂ થાય તેવી શકયતા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો

કેન્દ્રીય બજેટમાં ગુજરાત રેલવેને શું મળ્યું એ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો હતો. ગુજરાત માટે 8332 કરોડ રેલવેને ફાળવવામાં આવ્યા છે. 6,437 કરોડના પ્રોજેકટ ગુજરાતમાં સેંક્શન થયા છે. ગુજરાતમાં 87 સ્ટેશન રી-ડેવલપમેન્ટના પ્રોજેકટમાં લેવાયા છે. અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભચાઉ, ભરૂચ, ભાવનગર, અસારવા, બીલીમોરા, બોટાદ, ચાંદલોડિયા, ચોરવાડ, દ્વારકા, હાપ, જામ-જોધપુર, કલોલ, કેશોદ લખતર, લીંબડી, લીમખેડા, મહેસાણા, મહુઆ, કરજણ, નવસારી, પડધરી વગેરેનું રી-ડેવલપમેન્ટના થશે. 

આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ

રેલવે મંત્રીએ વધુમાં કહ્યું કે, આધુનિક સ્ટેશન વિરાસત અને વિકાસ સાથેનું બનવું જોઈએ. જેમાં સ્થાનિક હેરિટેજનું પ્રતિબિંબ હોય. રેલવેમાં 2.5 કરોડથી ઉપરના કામ સંસદમાં એપ્રુવ કરાવવા પડે છે.  રેલવે યુનિવર્સિટી વડોદરામાં શરૂ થઇ રહી છે જેમાં વર્લ્ડ કલાસ કોર્સ હશે. 03 જ વર્ષમાં વિધાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે. દર 8-10 દિવસમાં વંદે ભારત ટ્રેન બની રહી છે. આગળ નવા રૂટ પર પણ ચાલુ થશે. બુલેટ ટ્રેનના અમદાવાદ સેક્શનમાં 140 કિલોમીટરનું કામ થયું છે. આ વર્ષમાં મહારાષ્ટ્ર સેક્શન પર કામ વધુ થશે. સિવિલ કન્સ્ટ્રકશનનું કામ સમાપ્ત થતા હવે પાટા પાથરવાનું અને ત્યારબાદ ઇલેટ્રિકનું કામ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget