શોધખોળ કરો

ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા

23 નગર પાલિકાના સભ્યો બાદ હવે 17 જેટલા તાલુકા પંચાયતના સભ્યોએ પણ પદેથી રાજીનામુ ધરી દીધુ છે, આ રાજીનામા તેમને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં આપ્યા છે

વડોદરાઃ ભાજપમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સ્પષ્ટ દેખાઇ રહી છે, સાવલીના ધારાસભ્યના સમર્થનમાં હવે તાલુકા પંચાયતના સભ્યો પણ આવ્યા છે. 23 નગર પાલિકાના સભ્યો બાદ હવે 17 જેટલા તાલુકા પંચાયતના સભ્યોએ પણ પદેથી રાજીનામુ ધરી દીધુ છે, આ રાજીનામા તેમને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં આપ્યા છે. આ રાજકીય ઘટનાને જોતા કહી શકાય કે ગુજરાત ભાજપમાં અસંતોષની લાગણી સ્પષ્ટ દેખાઇ રહી છે. જોકે, હજુ સુધી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાવલીમાં કોઇને મળવા નથી પહોંચ્યા. આજે સવારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના 23 સભ્યો જેમાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નેતાઓએ રાજીનામા ધરી દીધા હતા. ગઇકાલે વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ, તેમને ત્યાગપત્રમાં લખ્યુ હતુ કે વિકાસ કાર્યો ન થતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો, અને લાંબા સમયથી સરકારની કામગીરીથી નારાજ હતા. ઈનામદારે પોતાના ત્યાગપત્રમાં લખ્યું કે 'વહીવટીતંત્રના સંકલન તેમજ ઉદાસીનતાના અભાવે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી તેમજ સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.' ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા ઈનામદારે લખ્યું 'ભારતીય જનતા પાર્ટીની શીસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુ:ખદ છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓ બહાર લાવવા તથા મારી અવગણાએ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતની અવગણતા છે.' ભાજપમાં ઇનામદાર ઇફેક્ટઃ સાવલીના 23 પાલિકા સભ્યો બાદ 17 તાલુકા પંચાયતના સભ્યોએ પણ આપ્યા રાજીનામા ઈનામદાર પત્રમા ઉમેરે છે કે મારા પ્રજાજનો હિતો અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મારે ભારે હ્દયે પક્ષની તમામ શિશ્ત અને વિચારધારાને આજદીન સુધી નિભાવી છે. અને નાછુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર 135- સાવલી વિધાનસભાના ધારાસભ્યપદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget