Vadodra: પોલીસકર્મી PCR વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને પછી...
વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![Vadodra: પોલીસકર્મી PCR વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને પછી... Policeman caught enjoying liquor in PCR van in vadodra Vadodra: પોલીસકર્મી PCR વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને પછી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/9c5c5fed4068a7e867b8b3b0f59e3cfd170540331667978_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરા : દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પોલીસકર્મચારી જ પોલીસવેનમાં દારુની મહેફિલ માણતા ઝડપાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ કેસમાં વધુ તપાસની ખાતરી આપી છે. હાલ તો દારુની મહેફિલ માણતા કર્મચારી અને તેમના મિત્રોના બ્લડ સેમ્બલ લઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી
વડોદરા શહેરમાં બે સપ્તાહમાં જ બે કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી ચુસ્તપણે દારૂબંધીનો અમલ કરાવવા કટિબદ્ધ બની છે ત્યારે જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર નવદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. કંટ્રોલ રૂમની વર્ધી મળતા જ જેપી પોલીસે પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત
સામાન્ય નાગરિક જ્યારે દારૂ પીતા ઝડપાય ત્યારે પોલીસ સ્થળ પર પહોંચીને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતી હોય છે પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલત હોવાની વર્ધી મળી તેમ છતાં પોલીસ સ્થળ પર પહોંચવાની જગ્યાએ પીસીઆર વાનને પોલીસ મથકે બોલાવી લેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. સમગ્ર પ્રકરણ મામલે ACPએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)