શોધખોળ કરો
પુલવામા હુમલોઃ વડોદરામાં વરઘોડામાં વાગ્યા દેશ ભક્તિના ગીતો, વર-વધૂ જોવા મળ્યા તિરંગા સાથે
વડોદરાઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કેન્ડલ માર્ચ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, તો આમ આદમીથી લઈ ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો પણ શહીદોના પરિવારજનોની સહાય માટે આગળ આવી રહ્યા છે. હાલ રાજ્યમાં લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે તેમાં પણ પુલવામા હુમલાની અસર જોવા મળી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા વિરાસ પરિવારે પુત્રના લગ્નમાં મૌન પાળીને પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વરરાજા મહેશ અને કન્યા દિપીકા વરઘોડા દરમિયાન તિરંગા સાથે જોવા મળ્યા હતા.
વડોદરા શહેરના તુલસી મંદિરથી કારેલીબાગ વિસ્તાર સુધી લગ્નનો વરઘોડો પહોંચ્યો હતો. આ વરઘોડામાં લગ્ન ગીતોને બદલે દેશ ભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા.
લગ્નમાં આવનારા ચાંદલાની રકમ શહીદોના પરિવારને આપવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
સુરત
Advertisement