અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેને પગલે ગુજરાતના વિવિધ શહેર-જિલ્લા અને દેશભરમાંથી મ્યૂઝિકના ચાહકો અમદાવાદમાં ઉમટી પડવાના છે. આ કોન્સર્ટમાં આવનાર પ્રેક્ષકોએ ટિકિટ પાર્કિંગની સાથે સાથે હોટલ રૂમ પણ બુક કરી દીધા છે.જેથી શહેરની હોટલોમાં આવેલા 15 હજાર જેટલા રૂમ્સ લગભગ ફૂલ થઈ ગયા છે.
મોટાભાગની હોટલોમાં એડવાંસ બુકિંગ થઈ ચુક્યું છે. હોટલોના ભાડા બેથી 3 ગણા વધી 50 હજાર સુધી પહોંચ્યા હતા. અમદાવાદમાં હોટલ ન મળતા કેટલાક લોકો નજીકના શહેરોમાં હોટલમાં બુકિંગ કરાવી રહ્યા છે. આણંદ, નડિયાદ અને ખેડાની હોટલોમાં પણ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. કોલ્ડપ્લેનો કોન્સર્ટ જોવા લોકો છાપરાવાળા ઘરમાં પણ રહેવા તૈયાર થયા હતા. આ સ્થિતિને કારણે સ્ટેડિયમ પાસે આવેલા છાપરાવાળા ઘરોમાં પણ કોલ્ડપ્લેના ચાહકોએ રૂમ બુક કરી રહ્યા છે. કેટલાક લોકો સ્ટેડિયમની સામેના વિસ્તારમાં આવેલા ઘરમાં નાઈટ સ્ટે માટે પૂછપરછ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો એડવાન્સ બુકિંગ કરીને ટોકન ફી પણ ચૂકવી દીધી છે. અમદાવાદની મોટા ભાગની હોટલો હાઉસફૂલ હોવાથી નજીકના શહેરોમાં આવેલી હોટલોમાં પણ લોકો રૂમ બુક કરાવી રહ્યા છે.
બે દિવસ દરમિયાન યોજાનારી આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થવાના છે. ત્યારે તેઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. કોન્સર્ટમાં સ્થાનિક પોલીસની સાથે NSG કમાન્ડોની એક ટીમ પણ જોડાશે. આ કાર્યક્રમ માટે કુલ 3825 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. સાથે જ સ્ટેડિયમમાં 270 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સિવાય સાત કાર્ડિયાક સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવશે. તો દર્શકો મફત પાણીની વ્યવસ્થા કરાઈ છે. કાર્યક્રમને લઈ ટ્રાફિક વિભાગ વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરાયો છે. જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે. 15 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને BRSTD અને મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સી વધારવામાં આવશે. ટ્રાફિકની વ્યવસ્થા માટે 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. 5 વર્ષથી નાના બાળકો પ્રોગ્રામમાં લઈને જઈ શકાશે નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
