YouTubeએ પોતાના યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
YouTube: આ ફીચર્સ ઑડિઓ સાંભળવા અને વીડિયો જોવાનો અનુભવ સુધારવા માટે આ ફીચર્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

YouTube: યુટ્યુબ ઘણા નવા ફીચર્સ સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે. કંપનીએ તેના પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ સાથે આનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે હાલમાં YouTube પ્રીમિયમ યુઝર્સ કોઈપણ પૈસા ચૂકવ્યા વિના આ ફીચર્સનો લાભ લઈ શકે છે. આ ફીચર્સ ઑડિઓ સાંભળવા અને વીડિયો જોવાનો અનુભવ સુધારવા માટે આ ફીચર્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ ફીચર્સને ટેસ્ટ કરી રહ્યું છે YouTube
હાઇ ક્વોલિટી ઓડિયો- YouTube ઑડિઓને સુધારવા માટે હાઇ ક્વોલિટી ઓડિયો ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. તેમાં યુઝર્સને મ્યૂઝિક વીડિયો પર 256kbps ઓડિયો ઓફર કરવામાં આવી રહ્યો છે. આમાં તમને ક્લેરિટી અને ડેપ્થ સાથે ઓડિયો સાંભળવા મળશે.
AI-જનરેટેડ રેડિયો સ્ટેશન - કંપની YouTube Musicમાં AI-જનરેટેડ રેડિયો સ્ટેશનનું પણ ટેસ્ટ કરી રહી છે. આમાં યુઝર્સને તેમની પસંદગી વ્યક્ત કરવી પડશે. આ પછી YouTubeનું AI મોડેલ તેના આધારે એક ટ્રેકલિસ્ટ તૈયાર કરશે.
વેબ પર જંપ અહેડ- આ ફીચર મોબાઇલ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. હવે તેને પ્રીમિયમ યુઝર્સ માટે વેબ પર પણ લાવવામાં આવી રહ્યું છે. આમાં યુઝર ડેસ્કટોપ પર બ્રાઉઝ કરતી વખતે સીધા વીડિયોના બેસ્ટ પાર્ટ્સ પર પહોંચી શકશે. તે સિવાય પ્લેટફોર્મ પર અને પ્લેબેક સ્પીડ ઓપ્શન જોડવામાં આવી રહ્યા છે. હવે યુઝર્સ 4x સ્પીડ પર પણ વીડિયો જોઇ શકશે.
iOS પર શોર્ટ્સ માટે પિક્ચર ઇન પિક્ચર અને સ્માર્ટ ડાઉનલોડ્સ - હવે મલ્ટીટાસ્કિંગ કરતી વખતે શોર્ટ્સ જોવાનું સરળ બન્યું છે. કંપની iOS પર પ્રીમિયમ યુઝર્સ માટે શોર્ટ્સ માટે પિક્ચર ઇન પિક્ચર મોડનું પરીક્ષણ કરી રહી છે. તેવી જ રીતે ઑફલાઇન જોવા માટે શોર્ટ્સ ડાઉનલોડ કરવાનું પણ સરળ બનશે.
શું આ ફીચર્સ તમામ યુઝર્સ માટે આવશે?
હાલમાં YouTube તેના પ્રીમિયમ યુઝર્સ સાથે તેનું ટેસ્ટ કરી રહ્યું છે. ટેસ્ટ બાદ કંપની તેને લઇને આગળ વધી શકે છે અથવા તો નહી પણ વધે. અત્યાર સુધી કંપની ક્યારે આને તેના બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવાની યોજના બનાવી રહી છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
AI ફીચર્સ અને 12GB RAM સાથે લોન્ચ થઇ Samsung Galaxy S25 Series, જાણો ફીચર્સ અને કિંમત





















