Vadodra: ક્રિકેટની રમતને લઈ 2 જૂથો વચ્ચે બબાલ, 5 ઘાયલ એકની હાલત ગંભીર
વડોદરાના સયાજીપૂરા ગામ ખાતે ક્રિકેટની રમતને લઈ 2 જૂથો વચ્ચે થયેલી બબાલમાં 5 ઘાયલ થયા છે. જેમાં એકની હાલત ગંભીર છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા: વડોદરાના સયાજીપૂરા ગામ ખાતે ક્રિકેટની રમતને લઈ 2 જૂથો વચ્ચે થયેલી બબાલમાં 5 ઘાયલ થયા છે. જેમાં એકની હાલત ગંભીર છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરાના સયાજીપૂરા ગામ ખાતે ક્રિકેટ રમતને લઈ બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી. જેના સમાધાન માટે હિંદુ સમાજ અને મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા જોકે એકા એક મામલો બીચકયો હતો. જેમાં મુસ્લિમ સમાજના કેટલાક યુવાઓએ હિંદુ સમાજના લોકો પર હથિયારથી હુમલો કરી દેતા 4 યુવકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તને ગઈકાલે રાત્રે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં એકની હાલત ગંભીર હોવાનો ખુલાસો પોલીસે કર્યો હતો.
સયાજીપૂરા ગામના એ.પી.એમ.સી ખાતે થયેલી માથાકૂટ ગામના ચાર રસ્તા પર પહોંચતા મોટું સ્વરૂપ ધારણ કરી લેતા મુસ્લિમ સમાજના કેટલાક યુવાઓએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જોકે હુમલાવર ત્યાંથી ફરાર થતા મોડી રાત્રે પોલીસે 4 હુમલાખોરોની ધરપકડ કરી હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગામમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘાયલ યુવકોના પરિજનોએ ન્યાયની માંગ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
