શોધખોળ કરો
Advertisement
દાહોદઃ પરિણીતાને અન્ય યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પ્રેમી સાથે એવી ઘટનાને આપ્યો અંજામ કે જાણીને ચોંકી જશો
દાહોદના ગોવિંદનગરના શ્રી નગર -2માં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટમાં પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. ફરિયાદીની પત્ની એ જ લૂંટનો પ્લાન રચ્યો હતો. ફરિયાદીના પત્નીએ જ પ્રેમીને સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા આપ્યા હતા.
દાહોદઃ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં પાણી માંગવાના બહાને ઘરમાં ઘૂસીને બે બાળકોને બાનમાં લઇને સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ કરવાના ગુનામાં ચોંકાવાનારી વિગતો સામે આવી છે. આ લૂંટ બીજા કોઈએ નહીં, પરંતુ પરિણીતાને પ્રેમીએ પોતાના માણસો સાથે કરીને કરી હોવાનું સામે આવ્યું છે.
દાહોદના ગોવિંદનગરના શ્રી નગર -2માં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટમાં પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. ફરિયાદીની પત્ની એ જ લૂંટનો પ્લાન રચ્યો હતો. ફરિયાદીના પત્નીએ જ પ્રેમીને સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયા આપ્યા હતા. જોકે, દિવાળીના તહેવાર પછી છઠ્ઠ પુજામાં પતિ દાગીના વગેરે માંગશે, જેથી પકડાઇ જવાની બીકે પત્નીએ લુંટનો પ્લાન બનાવ્યો હતો.
દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારના શ્રીનગર -1 માં રહેતા રાકેશકુમાર સિંહ રેલવેના અધિકારી તરીકે ફરજ બજાવે છે. સોમવારે તેમના સાત વર્ષીય પુત્રનો જન્મ દિવસ હોઈ મોડી સાંજે તેઓ પત્ની સાથે બજારમાં જન્મ દિવસ ઉજવવા સમાન લેવા ગયા હતા. આ વખતે તેમની આશરે 13 વર્ષિય દીકરી નિકિતા અને સાત વર્ષનો દીકરો ઘરે જ હતા. આ તકનો લાભ લઇને આવેલા ચાર લૂંટારુઓએ પહેલા બાળકોને દરવાજો ખોલવા માટે કહ્યું અને તમારા પાપ્પાએ અમને બોલાવ્યા છે તેમ કહેતા બાળકીએ ના પાડી હતી. ત્યાર બાદ પીવાનું પાણી માંગતા બાળકીએ પાણી માટે દરવાજો ખોલતા લૂંટારુઓએ ચારે શખ્સોએ ઘરમાં પ્રવેશી બાળકી અને તેના ભાઇ સાથે મારામારી કરીને બાનમાં લીધા. તેમના ભાઈ અને માતા-પિતાને જાન થી મારવાની ધમકી આપી ઘરની તીજોરી તોડી લૂંટ કરી ફરાર થયા હતા.
રાકેશકુમાર સિંહ અને તેમની પત્ની ઘરે આવતા ઘરમાં સર સમાન અસ્તવસ્ત જોઈ તેઓ ચોંક્યા હતા અને બાળકો તેમને ઘટના વિષે વાત કરી ત્યારબાદ ઘરની તિજોરીમાં તપાસ કરતા લાખોની લૂંટ હોવાનું માલૂમ પડતા તેઓ ચોંકી ઉઠયા હતા અને તિજોરીમાં તપાસ કરતા અઢિ હજાર રોકડા અને 30 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરાતા શહેર પોલીસ એલસીબી પોલીસનો કાફલો ઘટના સથળે પહોંચી લૂંટારુઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion