Vadodara: વડોદરામાં હિપોપોટેમસના હુમલાથી ઝુ ક્યુરેટરને બચવવા ગયેલા ઝુ સુપરવાઈઝરનું લાંબી સારવાર બાદ મોત
વડોદરા: સયાજી બાગના પ્રાણી સંગ્રહાલયમાં 9 માર્ચના રોજ બનેલી ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 9 માર્ચના રોજ હિપોપોટેમસ દ્વારા ઝુ ક્યુરેટર પર હુમલો થતા ઝુ સુપરવાઈઝર તેમને બચાવવા હિપોના કક્ષમાં કુદયા હતા.
વડોદરા: સયાજી બાગના પ્રાણી સંગ્રહાલયમાં 9 માર્ચના રોજ બનેલી ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 9 માર્ચના રોજ હિપોપોટેમસ દ્વારા ઝુ ક્યુરેટર પર હુમલો થતા ઝુ સુપરવાઈઝર તેમને બચાવવા હિપોના કક્ષમાં કુદયા હતા. જે બાદ ઝુ સુપરવાઈઝર રોહિતભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા આજે લાંબી સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું છે.
રોહિતભાઈની ડેડ બોડી પી.એમ માટે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાઇ છે. આ હુમલામાં ઝુ ક્યુરેટર પ્રત્યુશ પટ્ટનકર પણ ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જોકે એસ.એસ.જી હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ તેમની સ્થિતિમાં સુધારો થતા ઘરે પરત ફર્યા હતા. ઝુ માં ચેકીંગમાં નીકળેલા ઝુ ક્યુરેટર પર હિપોએ પાછળથી હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત થતા રોહિતભાઈ તેમને બચાવવા હિપો કક્ષમાં ગયા હતા.
અમરેલીમાં દીપડાનો વધુ એક હુમલો
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે, અહીં એક જ અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના હુમલાની ત્રીજી ઘટના સામે આવી છે, અહીં ત્રીજી ઘટનામાં બાળકનુ હુમલામાં મોત નિપજ્યુ છે. દીપડાએ આ હુમલો રાજુલાના કાતર ગામમાં મોડીરાતે કર્યો હતો, રહેણાંક મકાનમાં આવીને અચાનક જ આવીને દીપડાએ બાળક ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં બાળકોનું મોત થયુ હતુ.
માહિતી પ્રમાણે, અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં દીપડાએ અચાનક બાળક પર હુમલો કરી દીધો છે. અહીં માલધારી પરિવારના 2 વર્ષના બાળકને દીપડો હુમલા દરમિયાન ગળું પકડી ઉઠાવી ગયો હતો. જોકે, દીપડાના હુમલા બાદ તરત જ પરિવારના લોકોએ હિંમત બતાવી અને તેની પાછળ જતા બાળકને મુકીને દીપડો ભાગી છુટ્યો હતો. દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને રાજુલાની સિવિલ હૉસ્પીટલમાં પ્રાથમીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આ બે વર્ષીય બાળકની સ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ હતી, બાળકને આ પછી રાજુલાથી મહુવા હૉસ્પીટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.
જોકે, બાળકની સ્થિતિ ગંભીર હોવાથી મહુવા પહોંચે તે પહેલા જ આ બે વર્ષીય માનવ નામના બાળકનું મોત થઇ ગયુ હતુ. ખાસ વાત છે કે, દીપડાની વધતી જતી વસ્તીના કારણે રહેણાંક વિસ્તારમાં અવરજવર વધી ગઇ છે, અને અવારનવાર માનવ પર હુમલા થવાની ઘટનાઓ સતત વધી રહી છે.