VIDEO : બંકરમાંથી ગુજરાતી યુવતીએ મોકલ્યો વીડિયો, 'યહાં વોર ચાલુ હો ગઈ હૈ, પ્લીઝ હમે જલ્દી યહાં સે નીકાલે...'
યુક્રેન અને રસિયા વચ્ચે યુદ્ધને લઇને તંગદિલી છે, ત્યારે વડોદરાથી ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયેલ વિધાર્થીઓની હાલત કફોડી છે. યુદ્ધ શરૂ થતા જીવ બચાવા વિધાર્થીઓ બંકરમાં રહી રહ્યા છે.
વડોદરાઃ યુક્રેન અને રસિયા વચ્ચે યુદ્ધને લઇને તંગદિલી છે, ત્યારે વડોદરાથી ઉચ્ચ અભ્યાસ માટે યુક્રેન ગયેલ વિધાર્થીઓની હાલત કફોડી છે. યુદ્ધ શરૂ થતા જીવ બચાવા વિધાર્થીઓ બંકરમાં રહી રહ્યા છે. વાલી અને વિધાર્થીઓ ની બંકર માંથી રજુઆત ઇન્ડિયન ગવરમેન્ટ વહેલી તકે મદદ કરે. એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયેલી શહેરના કારેલીબાગમાં રહેતી વિધાર્થિનીએ મદદ માંગી છે. એક જ ટર્નલ માં મોટી સંખ્યા માં વિધાર્થીઓ રહી રહ્યાં છે. વિધાર્થીઓની હાલત કફોડી બહાર પણ નીકળી શકતા નથી.
બંકરમાંથી ગુજરાતી યુવતીએ મોકલ્યો વીડિયો, 'યહાં વોર ચાલુ હો ગઈ હૈ, પ્લીઝ હમે જલ્દી યહાં સે નીકાલે...' pic.twitter.com/xNcMLT8EQ9
— ABP Asmita (@abpasmitatv) February 25, 2022
વડોદરાની યુવતી યુક્રેનમાં ફસાઇ, જુઓ વીડિયો pic.twitter.com/4r2XYiDfCW
— ABP Asmita (@abpasmitatv) February 25, 2022
રશિયા અને યુક્રેનમાં થઇ રહેલ તણાવને લઈને જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ પહેલા જે છેલ્લી ચાર્ટર્ડ ફ્લાઈટ યુક્રેન થી ભારત આવી એમાં આવી વલસાડની aneri patel શું હતી યુક્રેનની પરિસ્થિતિ અને કયા સંજોગોમાં તેઓને છેલ્લી ફ્લાઇટ મળી જોઈએ વિશેષ અહેવાલમાં.
દેશના અન્ય વિદ્યાર્થીઓની જેમ વલસાડની aneri patel પણ ડોક્ટર બનવા માટે યુક્રેનની મેડિકલ કોલેજમાં ભણવા ગઈ હતી યુક્રેનના મેડિકલના અભ્યાસક્રમમાં છેલ્લું વર્ષ હોય તમામ વિદ્યાર્થીઓ પોતાનું ભણતર પૂરું કરવાની દિશામાં હોય ત્યારે કોરોના બાદ અચાનક રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ઊભો થતા જાન્યુઆરી મહિનાથી જ સીટી ગંભીર જણાતા યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન ભણવાનું ચાલુ રખાયું હતું. ફેબ્રુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયાથી રશિયાને ukraine વચ્ચે તણાવ વધી જતા વિદ્યાર્થીઓએ ukraine છોડવા પર મજબૂર થયા હતા.
છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે યુક્રેનમાં પેનીક સિચ્યુએશન આવી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ નક્કી નહોતા કરી શકતા કે તેઓ એ ભારત આવી જવું કે યુક્રેનમાં જ રહેવું અને જે લોકો એ આવવું હોય તેઓને ટિકિટ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી ત્યારે વલસાડ ni aneri patel અને તેના મિત્રોએ એક સ્થાનિક એજન્ટનો સંપર્ક સાધી એક ચાર્ટર્ડ ફ્લાઈટમાં 55 હજાર રૂપિયામાં ટિકિટ બુક કરાવી અને અલગ-અલગ યુનિવર્સિટીમાંથી 185 જેટલા વિદ્યાર્થીઓની આ ચાર્ટર્ડ ફ્લાઈટ યુક્રેન થી દિલ્હી પહોંચી અને દિલ્હીથી અનેરી સુરત થઈ રાત્રે વલસાડ પહોંચી.
અનેરી નું કહેવું છે કે આ ફ્લાઇટ છેલ્લી છે જે ukraine થી આવી છે અને ત્યારબાદ એક ફ્લાઇટ ukraine થી આવી શકી નથી જેને લઇને તેના ઘણા મિત્રો હાલ પણ યુક્રેનમાં જ ફસાયા છે મહત્વની બાબત એ હતી કે ત્વરિત નિર્ણય લેવો અને વધારે પૈસા ખર્ચીને પણ પોતાના વતન આવી જવું કે નહીં તે ઘણા વિદ્યાર્થીઓ નિર્ણય લઈ શકતા નહોતા જેને લઇને ઘણા વિદ્યાર્થીઓ હજી પણ યુક્રેનમાં જ છે તો ઘણાને ફ્લાઇટની તારીખ માર્ચ મહિનાની મળી છે આવી શક્યા નથી. તેઓની કોલેજની આસપાસ હાજર રશિયન સોલ્જરો આવી ચૂક્યા છે તેવી જાણકારી અને એ આપી હતી આ સાથે અને લિયે જણાવ્યું હતું કે હાલ તેઓનું online ભણતર સ્થિતિ સામાન્ય થતાં થશે એવું યુનિવર્સિટીએ જણાવ્યું છે પરંતુ જે પ્રકારની યુક્રેનની સ્થિતિ છે તેમાંથી બહાર આવી જવાનો તેને આનંદ છે મને પરિવાર ભગવાનનો આભાર માની રહ્યા છે કે તેમની દીકરી સહી-સલામત ઘરે આવી ગઈ છે અને તેનું એમ પણ કહેવું છે કે હજી તેના ૨૦૦ જેટલા વિદ્યાર્થીમિત્રો કોલેજમાં જ અટવાયા છે અને તેઓ પણ સતત આવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
તેના પરિવાર સાથે વાત કર્યા મુજબ તેઓ જણાવવું એ જ છે કે ત્વરિત નિર્ણય તેમની દીકરી માટે તેઓએ લીધો હતો કે પૈસા તરફ ન જોઈ ને જે પણ પહેલી ફ્લાઈટ મળે એ પકડી લેવાની સલાહ તેમની દીકરીને આપી હતી કારણકે પછી પૈસા ટ્રાન્સફર થવાનું પણ બંધ થઈ જવાનું હોય તેવી તેઓને જાણકારી મળી રહી હતી જેને લઇને પૈસા પર વધુ ધ્યાન ન આપી તુરંત નિર્ણય લઈને પોતાની દીકરીને બોલાવી લેવાનો નિર્ણય જે તેમને લીધો હતો તેને લઈને તેઓની દિકરી છેલ્લી ફ્લાઈટમાં ભારત આવી શકી અને યુક્રેનમાં રશિયાના જવાનો રસ્તા પર આવી ગયા હતા હાલની સ્થિતિ યુક્રેનની ખરાબ છે પણ તેઓની દિકરી પોતાના ઘરે છે જેનો તેમને આનંદ છે