શોધખોળ કરો
Advertisement
વડોદરામાં સાંબેલાધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ, જુઓ તસવીરો
શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો જેવા બની ગયા છે.
વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં 18 ઈંચ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. જેના કારણે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. પાદરાના વુડા કોમ્પલેક્સના બેઝમેન્ટની દીવાલ તૂટી જતાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે.
વડોદરામાં માત્ર 6 ઇંચ વરસાદથી 50થી વધુ સોસાયટી પાણીમાં ગરક થઈ ગઈ છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. જ્યારે 15 વૃક્ષો ધરાશાયી થયા છે. હાલ જનજીવન પણ ખોરવાયું છે.
શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટી.બી. હોસ્પિટલ સામે આવેલી લક્ષ્મીદાસ નગર-2, રૂપલ પાર્ક, નવનાથ નગર સહિત વિવિધ સોસાયટીઓમાં રોડ ઉપર ભરાયેલા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે સર્જાતી સમસ્યાને કારણે સોસાયટીના મકાન માલિકોએ ઘરના દરવાજા પાસે ઉંચી પાળી બનાવેલી છે. આજે ભારે વરસાદના પગલે વરસાદના રોડ ઉપર ભરાયેલા પાણી પાળી ઓળંગીને ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
આ ઉપરાંત ડ્રેનેજ લાઇનો અને વરસાદી ગટરો ચોકઅપ થઇ જવાના કારણે પાણીનો નિકાલ ન થતાં ઘરના ટોયલેટોમાંથી પાણી ઉભરાઇને ઘરમાં આવી જતાં લોકો દયનીય હાલતમાં મુકાઇ ગયા છે.
સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો જેવા બની ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
દેશ
Advertisement