વડોદરા શહેરમાં SMC નો સપાટો, સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, લાખો રૂપયાનો દારૂ ઝડપાયો
દરોડામાં મોટી માત્રા માં વિદેશી દારૂની અનેક પેટીઓ ઝડપી હતી. આ રેડમાં લાખો રૂપયાનો દારૂ ઝડપાયો છે.
Vadodara News: વડોદરા શહેરમાં એસએમસીએ સપાટો બોલાવી દીધો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ અને વારસિયા વિસ્તારમાં સ્ટેટ મીનોટરીગ સેલે દરોડા પાડ્યા હતા. અહીં કિશનવાડીના વુડાના મકાનની પાછળ આવેલ દારૂ ના અડ્ડા પર રેડ પાડી હતી. સ્થાનિક પોલીસ, ડી સી બી, પી સી બી પોલીસ સહિત એસ.ઓ. જી ની એજન્સીઓ નિષ્ફળ ગઈ હતી.
દરોડામાં મોટી માત્રા માં વિદેશી દારૂની અનેક પેટીઓ ઝડપી હતી. આ રેડમાં લાખો રૂપયાનો દારૂ ઝડપાયો છે. બે આરોપી ને પકડી પાડી આગળ ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રણ ગાડી ભરી દારૂ જે જગ્યાએ પહોચાડવાનો હતો તે જગ્યાએ રેડ કરવામાં આવી હતી.
વડોદરામાં નકલી પનીર ઠલવાય છે
Paneer Adulteration: વડોદરા ડેરી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશને શહેર બહારથી જોખમી પનીર આવતું હોવાનો આરોપ લગાવ્યા છે. અમદાવાદ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપીમાંથી આવતું પનીર શહેર માટે જોખમકારક ગણાવ્યું છે અને એસોસિએશનના હોદ્દેદારોએ શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત પનીરના ગોરખધંધા ચાલી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે.
બહારથી આવતા પનીરને રોકવા માર્કેટમાં વેપારી અને ઉત્પાદકના હિતમાં ભાવને નિયંત્રણ કરવા એફ એ એસ એસ આઈ ના નિયમ નું પાલન થવું જરૂરી છે.
બહારથી આવતા પનીરમાં વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો કેટલાક હોટલ, રેસ્ટોરા, ધાબા અને લારીવાળા સસ્તા ભાવની લાલચે ગુણવત્તા સાથે સમાધાન કરતા હોવાનો દાવો કર્યો છે. શહેર જિલ્લામાં પ્રતિ દિન અંદાજે 10000 કિલો પનીરની ખપત થાય છે જેની સામે અંદાજે 3000 કિલો પનીરનું ઉત્પાદન થાય છે. એક કિલો પનીર માટે 7 લીટર દૂધની જરૂર પડે છે. માર્કેટમાં ભેળસેળ યુક્ત પનીર પ્રતિ કિલો 200 થી 210 રૂપિયાથી વેચાણ થયા છે. જ્યારે પ્યોર પનીર હોલસેલ ભાવમાં 280થી 300 રૂપિયા કિલો મળે છે. મલાઈ પનીર હોલસેલ માં 330 થી 350 નો ભાવે વેચાય છે અને અમૂલ પનીરના ભાવ 410 રુપિયા છે. જો કે ધારાસભ્ય કેયુર રોકડિયાએ શહેરમાં ભેળસેળયુક્ત પનીર આવતું હોય તો આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરાવવાની ખાતરી આપી છે અને આ મુદ્દે સરકારને રજૂઆત કરવાની વાત કરી છે.