શોધખોળ કરો
રાજકોટ બાદ હવે ગુજરાતના આ મોટા શહેરમાં પણ નહીં ખુલે ચાની કિટલી, મહાનગરપાલિકાએ કર્યો આદેશ
આ પહેલા રાજકોટમાં પણ ચાની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
![રાજકોટ બાદ હવે ગુજરાતના આ મોટા શહેરમાં પણ નહીં ખુલે ચાની કિટલી, મહાનગરપાલિકાએ કર્યો આદેશ Tea shops will not open in Vadodara from today રાજકોટ બાદ હવે ગુજરાતના આ મોટા શહેરમાં પણ નહીં ખુલે ચાની કિટલી, મહાનગરપાલિકાએ કર્યો આદેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/21130913/tea-shop.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ સમગ્ર દેશમાં 31મેથી લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપવામાં આવી છે. ગુજરાતમાં પણ મોટાભાગની દુકાનો ખુલી ગઈ છે ત્યારે વડોદરામાં પણ ચાની કિટલી અને ખાદ્યસામગ્રીની દુકાનો ખુલી હતી જોકે હવે આજથી તે ફરીથી બંધ થઈ જશે.
વડોદરા મહાનગરપાલીકાએ ચાની કિટલી અને ખાદ્યસામગ્રીની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. વડોદરના મહાનગરપાલીકાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, લોકડાઉન 4.0 અન્વયે બહાર પાડવામાં આવેલી ગાઇડલા મુજબ શરતોને આધિન વેપાર ધંધા ચાલુ કરવા સંબંધિત છૂટછાટ આપવામાં આવેલીછે, તેમાં મગાનગરપાલિકા વિસ્તારમાં ચાની દુકાનો તેની સાથે અન્ય ખાદ્યસામગ્રીની દુકાનો પણ ચાલુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબત સરકારની ગાઇડલાઇન સાથે સુસંગત ન હોવાને કારણે દુકાનો ચાલુ ન કરવા જણાવવામાં આવે છે.
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટમાં પણ ચાની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રાજકોટ કલેક્ટર રામ્યા મોહને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સ્ટ્રીટ વેન્ડર (ચા અને લારી બંધ રહેશે) બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે પણ જણાવ્યું હતું કે, ચાની દુકાનો ખોલી શકાશે નહીં.
![રાજકોટ બાદ હવે ગુજરાતના આ મોટા શહેરમાં પણ નહીં ખુલે ચાની કિટલી, મહાનગરપાલિકાએ કર્યો આદેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/21130939/vmc.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)