શોધખોળ કરો
Advertisement
Vadodara: આ યુવતીએ મૃત્યુ પહેલાં ત્રણ લોકોની જીંદગી બચાવી, જાણો કઈ રીતે થયું કરૂણ મોત ?
આ મામલે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી અને મોડી સાંજ સુધઈમાં તેમની બે કિડની અને લીવરને અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
વડોદરાઃ વડોદરામાં બ્રેઈન ડેડ જાહેર કરાયેલ એક મહિલાના પરિવારની ઇચ્છા મુજબ બે કિડની અને લીવરનું અંગદાન કરવામાં આવ્યું છે. મહિલાના ત્રણ અંગોને વડોદરાથી અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવામાં આવ્યા છે.
અંકલેશ્વર ખાતે જીઆઇડીસી વિસ્તારમાં પારિતોષ એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશકુમાર અપરનાથના પત્ની તૃપ્તીબેન (ઉ.૩૪) ગત તા.૪ ફેબુ્રઆરી ગુરૃવારે સવારે સ્કૂટી લઇને જતા હતા ત્યારે કોઈ ફોર વ્હિલતે તેમને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બાદમાં તેને સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. અહીં તેને ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જોકે તેમના અંગો કામ કરતાં હોવાથી તેમના પતિની ઇચ્છાથી ઓર્ગન ડોનેશનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ મામલે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી અને મોડી સાંજ સુધઈમાં તેમની બે કિડની અને લીવરને અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
વડોદરા ખાતે ઓર્ગન ડોનેશન માટેના કોઓર્ડિનટર અને રેલવે હોસ્પિટલના ડોક્ટર દીપ્તીબેન તિવારીએ કહ્યું હતુ કે મૃતક જે એજ ગૃપનો હોય છે તે એજ ગૃપના વ્યક્તિને જ અંગો પ્રત્યાર્પણ કરવામાં આવે છે. અમદાવાદ ખાતે કિડની હોસ્પિટલમાં આ માટે વેઇટિંગ લિસ્ટ હોય છે તેમાંથી જેમની સાથે તૃપ્તીબેનના અંગો મેચ થશે તેમને પ્રત્યાર્પણ કરવામાં આવશે. તૃપ્તીબેનના પરિવારના આ નિર્ણયથી ત્રણ લોકોના જીવ બચી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement