Vadodara: કરજણ નેશનલ હાઇવે ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, 10 ઘાયલ, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો
વડોદરા: કરજણ નેશનલ હાઇવે નંબર 48 ભરૂચ વડોદરા ટ્રેક પર ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે નંબર 48 ભરૂચ વડોદરા ટ્રેક પર કંડારી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે.
વડોદરા: કરજણ નેશનલ હાઇવે નંબર 48 ભરૂચ વડોદરા ટ્રેક પર ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે નંબર 48 ભરૂચ વડોદરા ટ્રેક પર કંડારી ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રેક્ટર ચાલકે 4 કારને અડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષનું મોત નીપજ્યું જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા છે. હાલમાં ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્રારા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં મોતને ભેટનાર મહિલા, પુરૂષ સુરતના રહેવાસીવાસી હોવાની વાત સામે આવી છે. વધુ ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતને લઈ બેથી ત્રણ કીમીના ટ્રાંફિકજામના દ્રષ્યો સર્જાયા હતા. અકસ્માત સ્થળે ઇમરજન્સી 108 બે જ્યારે એક હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ સહિતની એમ્બ્યુલન્સ બનાવ સ્થળેથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા કામે લાગી છે.
રાજ્યમાં વધુ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યા છે, પંચમહાલમાં ACBની તપાસ કાર્યવાહી દરમિયાન નિવૃત્ત કર્મચારીને હાર્ટ એટેક આવ્યો છે, ખરેખરમાં, ACBની ટીમ જ્યારે સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારીના ઘરે તપાસ કરી રહી હતી, તે સમયે સિંચાઇના નિવૃત કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો, બાદમાં તેને મૃત જાહેર કરાયો હતો. નિવૃત કર્મચારી પર 2017માં ધરમપુર અને કપરાડામાં ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.
જિલ્લામાં આજે વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના ઘટી છે. અહીં ACBની ટીમ જ્યારે સિંચાઇ નિગમના નિવૃત્ત કર્મચારીના ઘરે તપાસ કરી રહી હતી, તે દરમિયાન નિવૃત કર્મચારીનું હૃદય રોગ હુમલાને કારણે મોત થઇ ગયુ હતુ. યુસુફ અબ્દુલ રહીમ ભીખા નામના નિવૃત્ત કર્મચારીના ઘરે વલસાડ ACB ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ, હાર્ટ એટેક આવ્યા બાદ વેજલપુર પોલીસ મથકે લઇ જવામા આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેક આવતાં 108 દ્રારા ગોધરા સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વલસાડ ધરમપુર ખાતે. નાની સિંચાઈ નિગમ ફરજ બજાવી વય નિવૃત થયા હતા. ખાસ વાત છે કે, વર્ષ 2017મા ધરમપૂર અને કપરાડા ફરજ દરમિયાન યુસુફ અબ્દુલ રહીમ ભાખા નામના આ કર્મચારી પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા અને આ મામલે ACB વલસાડ ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આજે આ ઘટના બાદ તરત જ ગોધરા DYSP સહિત પોલીસ ટીમ સિવિલ હૉસ્પિટલ ખાતે પહોંચી હતી.